mysamachar.in-ગાંધીનગર:
આજે લોકસભાની ચુંટણી પંચ જાહેરાત કરે તે પૂર્વે જ ગુજરાત સરકાર દ્વારા ગઈકાલે જ મંત્રીપદના શપથ લેનાર ત્રણેય મંત્રીઓ જામનગરના ધર્મેન્દ્રસિંહ જાડેજા માણાવદરના જવાહર ચાવડા અને વડોદરાના માંજલપુર ના યોગેશ પટેલને આજે સત્તાવાર તેમના ખાતાઓની ફાળવણી કરી દેવામાં આવ્યાની જાહેરાત થઇ છે,
આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જામનગરના ઉત્તર બેઠકના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાને અન્ન અને નાગરિક પુરવઠો તેમજ ગ્રાહક સુરક્ષા તથા કુટીર ઉદ્યોગ વિભાગનો હવાલો સોંપવામાં આવ્યો છે, યોગેશ પટેલ નર્મદા અને શહેરી ગૃહ નિર્માણ રાજ્યકક્ષાનો હવાલો સોંપવામાં આવ્યો છે,
જ્યારે કેબિનેટ પ્રધાન બનેલા જવાહરચાવડાને પ્રવાસન અને મત્સ્ય ઉદ્યોગ વિભાગ નો હવાલો સોંપવામાં આવ્યો છે,આમ ત્રણેય મંત્રીઓને આજે ખાતાની ફાળવણીની જાહેરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરી દેવાઈ. છે.