Mysamachar.in-અમદાવાદઃ
રાજ્યમાં ફરી એકવાર રક્તરંજીત હાઇવે બન્યો છે. આ વખતે વિરમગામથી 8 કિમી દૂર બહુચરાજી હાઇવે પર કન્ટેનરે બાઇકને અડફેટે લીધું હતું, જેમાં પિતા-પુત્ર અને ભત્રીજાના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. પ્રાપ્ત વિગત પ્રમાણે ઘરેથી પુજાપાઠ કરી પુત્રને લઇને 38 વર્ષિય મફતલાલ સાધુ બાઇક પર નીકળ્યા હતા, તો વિરમગામ આવતા ઇચ્છતા તેમના ભત્રીજાને પણ સાથે લીધો હતો. બાદમાં બહુચરાજી હાઇવે પર કાળ બનીને આવેલા કન્ટેનરે ત્રણેયને અડફેટે લીધા હતા. અકસ્માત થતા હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માત સર્જ્યા બાદ કન્ટેનર ચાલક રૂરલ પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગયો હતો. ઘટનાને લઇને આસપાસ ગામના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તો બીજી બાજુ ત્રણ સભ્યોના મોતથી પરિવારમાં શોકની લાગણી ફેલાઇ છે.