mysamachar.in-જુનાગઢ
ગીર જંગલ અને તેની આસપાસનાં વિસ્તારોમાં એશિયાટીક સિંહોના મૃત્યુનો સિલસિલો યથાવત રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, ગીર અભ્યારણ્યમાં ગીર પૂર્વ વન વિભાગ હેઠળ આવતી દલખાણિયા ફોરેસ્ટ રેન્જમાંથી છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ સિંહોના મૃતદેહો મળી આવતા ભારે ચકચાર મચી ગઈ છે,મળી આવેલ સિંહોના મૃતદેહો કોહવાયેલી હાલતમાં હોય એટલા માટે મૃતદેહ સિંહનો છે કે સિંહણ તે હાલનાં તબક્કે નક્કી થઇ શક્યુ નથી.,વન વિભાગએ પણ હાલના તબક્કે ત્રણ સિંહોના મોતને પુષ્ટિ આપે છે.
બે દિવસ પહેલા સિંહોના બે મૃતદેહો મળી આવ્યા છે અને એક સિંહનો મૃતદેહ બુધવારે સાંજે મળી આવ્યો છે. મૃત્યુ પામનાર સિંહોની ઉંમરમાં,એકની ઉંમર એક વર્ષ,એકની ઉંમર ત્રણથી પાંચ વર્ષ અને એક સિંહની ઉંમર પાંચથી સાત વર્ષની અંદાજવામાં આવી છે,
ત્રણેય સિંહોના મૃતદેહોનું પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને ક્યાં કારણે આ ત્રણેય સિંહોનાં મૃત્યુ થયા તે વિશે તપાસ હાથ ધરવામાં આવી છે,વન વિભાગનો સ્ટાફ જ્યાંથી સિંહોના મૃતદેહો મળી આવ્યા છે ત્યાં સર્ચ કરી કરી રહ્યો છે. પ્રાથમિક દ્રષ્ટએ આ ત્રણેય સિંહોના કૃદરતી મોત હોય તેમ જાણવા મળે છે પણ વધુ વિગતો તેના પીએમ રીપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે.