Mysamachar.in-જામનગર:
જામનગરમા તાજેતરમાં જ જીલ્લા પોલીસવડા સિંધલ દ્વારા ટાઉનહોલ ખાતે વ્યાજખોરીના દુષણ સામે ભોગ બનનારને અવાજ ઉઠાવવા માટે એક લોકદરબાર નું આયોજન કરવામાં આવ્યું હતું,તેને લઈને ભોગ બનનારાઓ ને પણ પોલીસ પર વિશ્વાસ બેસવા લાગ્યો હોય વ્યાજખોરીના દુષણનો ભોગ બનનાર લોકો હવે આગળ આવીને પોતાની ફરિયાદો નોંધાવી રહ્યા છે,

જામનગર જેલ નજીક રહેતા શંકરલાલ ગુરબાનીએ ૪૦૦૦૦૦ જેટલી રકમ ૩%ના વ્યાજે કિશોર કેવલરામાણી,ભરત કેવલરામાની,રાજુ ડોન અને પ્રદીપ પાસેથી લીધા બાદ તેના વ્યાજપેટે ૧૦૮૦૦૦/-વ્યાજ અને મૂળ રકમ પરત કરી દીધા બાદ શંકરલાલે પોતાની દુકાનનો દસ્તાવેજ અને ૧૦૦ રૂપિયાનો કોરો સ્ટેમ્પ માંગણી કરતાં ઇસમો ઉશ્કેરાઈ ચુક્યા હતા,અને દુકાન પોતાના નામે કરી દેવા ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
