Mysamachar.in-રાજકોટ:
લગ્ન પ્રસંગે વરરાજાને અજાણ્યા નંબરમાંથી ફોન આવ્યો કે,તારા જેની સાથે લગ્ન થઈ રહ્યા છે તે મારા મિત્રની પ્રેમિકા છે. લગ્ન અટકાવી દેવા માટે ધમકી આપવામાં આવ્યા બાદ વરરાજાની બહેનએ હિંમત દાખવીને ફોન કરનાર શખ્સને સંભળાવી દીધું કે, પુરાવા હોય તો આપ નહિતર લગ્ન તો થશે તેવો જવાબ આપીને ભારે ઉચ્ચાટ વચ્ચે રાજકોટ સમૂહ લગ્ન સમારંભમાં એક પરિવારે લગ્નવિધિ પતાવીને વિદાય લીધી હોવાનો બનાવ સામે આવ્યો છે,
વાત જાણે એમ છે કે, રાજકોટમાં તાજેતરમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક પરિવારે પોતાના પુત્રના લગ્ન ગોઠવ્યા હતા. ત્યારે વરરાજાની બહેનના મોબાઇલમા ફોન આવ્યો કે, તમારા ભાઈના જેની સાથે લગ્ન થઈ રહ્યા છે. તે યુવતી મારા મિત્રની પ્રેમિકા છે. વર્ષોથી એકબીજાને પ્રેમ કરે છે, તેઓ લગ્ન કરવા ઈચ્છે છે, પરંતુ યુવતીના પરિવારજનો રાજી નથી અને આ યુવતીના લગ્ન મારા મિત્ર સાથે થવા દેવામાં નહીં આવે તો અન્ય કોઈ સાથે પણ થવા દેશે નહીં, આ લગ્નનો ખર્ચો પણ આપી દેવાની તૈયારી દર્શાવીને લગ્ન અટકાવી દેવાની ધમકી આપવામાં આવી હતી,
સામે વરરાજાની બહેનએ પણ હિંમત દાખવીને જણાવ્યુ હતું કે,એક વર્ષથી સગાઈ થઈ ત્યારે યુવતીનો પ્રેમી ક્યાં હતો..હવે લગ્ન સમયે ધમકી આપો છો..તેમ કહીને વરરાજાની બહેનએ કહ્યું કે, પુરાવા હોય તો આપો નહિતર લગ્ન તો થશે જ તેમ કહીને ફોન કટ કરી નાખ્યો હતો,
આ બનાવથી બંને પરિવાર ભયમાં આવી ગયા હતા અને પોલીસની મદદ લેવા દોડી ગયા બાદ પોલીસની કોઈ મદદ ન મળી હતી. પરંતુ ભારે ઉતેજના વચ્ચે આ લગ્નવિધિ સંપન્ન થતાં બંને પક્ષએ રાહતનો દમ લીધો હતો અને કન્યાને વિદાય આપીને આ પ્રસંગ પૂર્ણ થયો હતો.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.