Mysamachar.in-જામનગર:
પત્રકાર ને ચોથી જાગીર કહેવામાં આવે છે,પણ પત્રકારો જ સલામત ના હોય તેમ લાગી રહ્યું છે,તાજેતરની જ વાત છે કે અમદાવાદમાં એક ન્યુઝ ચેનલના પત્રકારની મળી આવેલ લાશ મામલે પોલીસ હજુ ગુન્હાનો ભેદ ઉકેલી શકી નથી,ત્યારે જ જામનગરમા પણ એક પત્રકાર ને છરી સાથે ઘરમાં ઘુસી અને ધાકધમકી આપવાના જામનગર પત્રકાર આલમમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે,
વીટીવી ન્યુઝ ચેનલમાં ફરજ બજાવતા પત્રકાર નથુ રામડા ગતરાત્રીના પોતાના ઘરે હતા ત્યારે નજીકમાં જ રહેતો અને અગાઉ દારૂ સહિતના ગુન્હાઓમા ઝડપાઈ ચુકેલો લખન ચાવડા નથુ રામડા ના ઘરમાં બળજબરીથી ઘુસી ચુક્યો હતો,અને નથુએ આ પૂર્વે પોલીસમાં લખન વિરુદ્ધ કરેલ અરજીનો ખાર રાખી અને નથુ તેમજ તેના પરિવારને ધાકધમકી ફરાર થઇ ચુક્યો હતો.
જે બાદ જામનગર પ્રેસ ક્લબ સહિતના પત્રકારો આજે આ મામલે જીલ્લા પોલીસવડા શરદ સિંઘલ પાસે રજૂઆત અર્થે દોડી ગયા હતા,અને આ મામલે કડક પગલા ભરવામાં આવે તેવી માંગ કરતાં એસ.પી એ તમામ કાર્યવાહી યોગ્ય રીતે કરી અને પત્રકારોને ધાકધમકી આપનાર શખ્સ સામે કડક હાથે કામ લેવાની પણ તમામ હાજર પત્રકારોને ખાત્રી આપી હતી,લખન ચાવડા સામે નથુ રામડાએ સીટી બી ડીવીઝનમા ફરિયાદ નોંધાવી છે,આમ જામનગરના પત્રકાર ને ઘરમાં ઘુસી અને ધાકધમકી આપવાના ઘેરા પ્રત્યાઘાતો પત્રકાર જગતમાં પડ્યા છે.