Mysamachar.in-જામનગર:
સુરતના ટ્યુશન કલાસીસમા જે ઘટના ઘટી તે બાદ રાજ્યસરકાર અને જીલ્લાના તંત્ર થોડાસમય પુરતી પ્રતીકાત્મક કામગીરી કરીને મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવી અને બધું જ બંધ કરી દીધું છે,ત્યારે જામનગરમા પણ કેવી સ્થિતિ છે,તેના થી સૌ કોઈ વાકેફ છે,ત્યારે વિદ્યાર્થીઓ સહિત જામનગરવાસીઓ ઉપર ફાયરસેફટી સહિત આપતિનિયમનની ઠોસ વ્યવસ્થા સહિતના અભાવ હોય એક તરફ લોકો ઉોપર જોખમ ઝળુબે છે,અને ફાયરશાખા અને લગત તંત્ર આવી અત્યંત ગંભીર બાબતે ગોકળગાય ગતિએ ઇરાદાપુર્વકની ગુનાહીત બેદરકારી રાખે છે,ત્યારે નિર્દોષ વિદ્યાર્થીઓના હિતમા કોર્પોરેશનના વિરોધપક્ષે ફાયર શાખાને કુંભકર્ણ નિદ્રા માંથી ઢંઢોળવા બીડુ ઝડપ્યુ છે,
લોકો તો એવા સવાલો પણ પૂછી રહ્યા છે કે મનપાની ટીમો દ્વારા જે ટ્યુશન ક્લાસ,શાળા,રેસ્ટોરન્ટ,હોટેલો વગેરે ને વપરાશ ના કરવા માટેની નોટીસો આપવામા આવી હતી,તે તમામ નું શું ફીંડલું વળી ગયું,? કે પછી ત્યાં વપરાશ ચાલુ કે છે કે બંધ તે જોવાની તસ્દી સુદ્ધાં કોઈ લેતું નથી અને કચેરીએ કોઈ એનઓસી લેવા આવે તો ઠીક નહિતર થયું… આ તમામ ગંભીર કહી શકાય તેવી તંત્રની બેદ્ર્કારીઓ વચ્ચે….
આજે જામનગર મહાનગરપાલિકા વિપક્ષ નેતા અલ્તાફ ખફી સહિત,કોંગી નેતા દિગુભા જાડેજા સહિતના કોર્પોરેટરો અને આગેવાનોની ટીમ જામનગર શહેરમા આવેલ કેટલીક ખાનગીશાળાઓમાં આકસ્મિક ચેકિંગ અર્થે નીકળી હતી,જેમાં સૌ પ્રથમ શહેરની સેન્ટઆન્સ શાળામાં ટીમ પહોચી ત્યારે ત્યાં ફાયરની જૂની બોટલો તે પણ બંધ હશે કે ચાલુ તે તો શાળાના સંચાલકો અને ચેકિંગ કરવા ગયેલા ફાયર વિભાગને જ ખબર….પણ બોટલો ની સ્થિતિ જોતા એવું લાગ્યું કે તે વર્ષો જૂની યથાવત સ્થાને પડી હોય તેમ લાગ્યું,ત્યાં શાળાના સંચાલકોએ વિપક્ષને જણાવ્યું કે અમારે ત્યાં બે દિવસમા ફાયર સેફટીની સુવિધા થઇ જશે,પણ ત્યાં સુધીમાં કોઈ અકસ્માત થયો અને બે દિવસમાં એ સિસ્ટમ ના લાગી તો શું…?અહી કોંગી નેતા અને સંચાલક સામે ચકમક પણ ઝરી હતી,
સેન્ટઆન્સ બાદ ટીમ રામેશ્વરનગર નજીક આવેલ ગાયત્રી સ્કુલ ખાતે પહોચ્યા હતા,ગાયત્રી સ્કુલના ગેઈટની સ્થિતિ જોઈને વિપક્ષના સભ્યો તો એટલા ડઘાઈ ગયા કે આટલા સાંકળા ગેટમાં થી જો કાઈ થાય તો વિદ્યાર્થીઓ કઈ રીતે બહાર નીકળી શકે,વધુમાં શાળામાંથી નીકળવાની સીડી પણ ખુબ જ સાંકળી હતી,અને એક માત્ર એક્ઝીટ ગેટ હતો,ત્યારે સવાલો એવા પણ થયા કે જયારે હમણાં મનપાએ ફાયરસેફટીની નોટીસો વપરાશ ના કરવા માટેની આપી ત્યારે તેને ધ્યાને કદાચ આ સ્કુલ નહિ આવી હોય કે પછી આવી હશે તો પણ….
ગાયત્રી સ્કુલ બાદ ટીમ ડીકેવી કોલેજ ખાતે પહોચી હતી,જ્યાં ટીમે ચેકિંગ કર્યું તો ત્યાં ફાયર સેફટીને નામે મીંડું હતું,આમ આજે તો જામનગરમાં વિપક્ષે જુજ કોલેજ અને શાળાનું આકસ્મિક ચેકિંગ કર્યું તેમાં જ તંત્રની પોલ ખુલી ગઈ હોય તો અન્ય કેટલીય શાળાઓ,કોલેજો ,ટ્યુશન કલાસીસ વગેરે રમ્ભારોશે ચાલતા હશે,પણ આજના વિપક્ષના ચેકિંગ પરથી તંત્ર કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોઈને બેઠું હોય તેમ લાગી રહ્યું છે,અને જો તેવું ના હોય તો તમામ તંત્ર એ સંકલન સાધીને ફાયરસેફ્ટી વિનાની એકમો પર તવાઈ બોલાવી અને દાખલો બેસાડવો જોઈએ.
ચીફ ફાયર ઓફિસર જવાબ દેવામાં ગારા ચાવવા લાગ્યા…
વિપક્ષ દ્વારા થયેલ આ કાર્યવાહી બાદ જયારે ચીફ ફાયર ઓફિસર કે.કે.બિશ્નોઈની પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે સાહેબ જાણે તમામ પ્રશ્નોના ગોળ ગોળ જવાબ આપતા હોય તેમ કહેવા લાગ્યા કે સુરતની ઘટના બાદ જેને નોટીસો આપવાની હતી તેને તો નોટીસો અપાઈ ચુકી છે,અને શાળાઓ અંગે ડીઈઓ પર ટોપલો ઢોળતા કહ્યું કે આ અંગે તેવોને અહીંથી કેહવામાં આવ્યું છે,અને ૪૦ જેટલા જ એનઓસી આપવામાં આવ્યા હોવા સાથે શાળાઓમાં કેવી શાળા છે તેના પરથી ફાયર સેફટીની સિસ્ટમ નક્કી થતી હોય છે,આમ એકંદરે ફાયર ઓફિસરે તમામ બાબતે ડીઈઓ કાર્યવાહી કરી શકે તેમ જણાવી એનઓસી સહિતની બાબતે ગોળ ગોળ જવાબો આપ્યા હતા.
વિપક્ષ નેતા અલ્તાફ ખફીનું કહેવું છે કે…
જામનગર મનપાએ જે નોટીસો આપી હતી,તેમાં થી માત્ર ૪૦ NOC જ અપાઈ છે,આ કામગીરી માત્ર કરવા ખાતર જ થઇ છે,આજે અમે કેટલીય શાળાઓમાં ચેકિંગ માટે ગયા પણ ત્યાં ગંભીર બેદ્ર્કારીઓ છતી થવા પામી છે,આ મામલે અમે કમિશ્નર,કલેકટર સહિતના અધિકારીઓનું પણ ધ્યાન દોરીસું અને આવનાર દિવસોમાં ફાયર એનઓસી વિનાના કોઈપણ સ્થળે જનતારેડ કરી અને આવા લોકોને ખુલ્લા પાડીશું,બાળકોના જિંદગી સાથે ચેડા આ રીતે ચલાવી લેવાશે નહિ તેવી ચીમકી પણ આપી છે.