Mysamachar.in-જામનગર:
લોકસભાની ચૂંટણીને લઈને ઉમેદવારો પ્રચાર માટે અલગ અલગ નુસ્ખાઓ અપનાવતા હોય છે, કોઈ ઉમેદવાર મોંઘીદાટ ગાડીમાં તો કોઈ ઉમેદવાર ઘોડાગાડીમાં કે પછી બનાવેલા પ્રચાર રથમાં સવાર થઈને પ્રચાર માટે નીકળતા હોય છે. એવામાં ગઈકાલે જામનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ કાલાવડ તાલુકાનાં પ્રચારમાં હતા. જ્યાં તેવોનો પ્રચાર જિલ્લાની સાથે રાજયમાં પણ ચર્ચાનું કેન્દ્ર એટલા માટે બન્યો કે ખરેડી ગામે પૂનમબેન પોતે બળદગાડામાં બેસીને મતદારોની રૂબરૂ થયા ત્યારે હાઈટેક યુગમાં પૂનમબેનનો આ પ્રયાસ ગ્રામીણ વિસ્તારના લોકોના મનમાં ભારે પસંદગીમય બની જવા પામ્યો હતો.