• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Sunday, November 9, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

ઇરાદાપૂર્વકની ભૂલ કે મેલાફાઇડ મિસ્ટેકસ ચલાવી લેવાશે નહિ, મુખ્યમંત્રીની જિલ્લા કલેકટરો-જિલ્લા વિકાસ અધિકારીઓની બેઠકમાં તાકીદ

My Samachar by My Samachar
June 28, 2021
in ગાંધીનગર
Reading Time: 1 min read
A A
ઇરાદાપૂર્વકની ભૂલ કે મેલાફાઇડ મિસ્ટેકસ ચલાવી લેવાશે નહિ, મુખ્યમંત્રીની જિલ્લા કલેકટરો-જિલ્લા વિકાસ અધિકારીઓની બેઠકમાં તાકીદ
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-ગાંધીનગર:

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના જિલ્લા કલેકટરો-જિલ્લા વિકાસ અધિકારીઓની સંયુકત પરિષદમાં સ્પષ્ટપણે નિર્દેશ આપ્યો કે ટેકનોલોજીના ઉપયોગથી જનહિત-લોકસેવાના કામો ટ્રાન્સપેરન્સીથી અને પ્રો-એક્ટિવલી કરીને જ ગુડ ગર્વનન્સનો ધ્યેય પાર પાડી શકાશે.આ સંદર્ભમાં તેમણે કહ્યું કે લોકશાહિ શાસનમાં બંધારણમાં નિહિત અધિકારો ફરજોના આધારે લોકસેવક તરીકેની મળેલી જવાબદારીને પૂરી નિષ્ઠાથી ઇમાનદારીથી નિભાવીને લોકોની અપેક્ષા આકાંક્ષા સંતોષી સરકારની ઉજ્જવળ ઇમેજ-છબિ-પરસેપ્શન પ્રજા માનસમાં જિલ્લા અધિકારી તરીકે તમે જ બનાવી શકો છો.


      
વિવિધ જિલ્લાઓમાં તાજેતરમાં નવનિયુકત થયેલા કલેકટરો-જિલ્લા વિકાસ અધિકારીઓ સહિતના રાજ્યભરના કલેકટરો-ડી.ડી.ઓની સંયુકત એકદિવસીય પરિષદનું ગાંધીનગરમાં આયોજન કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મહેસૂલમંત્રી કૌશિક પટેલ અને પંચાયત રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમાર આ પરિષદમાં જોડાયા હતા. મુખ્યમંત્રીએ રાજ્યના જિલ્લાઓમાં નવનિયુકત થયેલા કલેકટરો-જિલ્લા વિકાસ અધિકારીઓને પ્રોત્સાહિત કરતાં એમ પણ જણાવ્યું કે, હવે વિશ્વમાં બનતી કોઇ પણ સારી બાબતો ટેકનોલોજી-ઇન્ટરનેટ-વેબસાઇટ જેવા માધ્યમોથી તરત લોકો સુધી પહોચી જાય છે. લોકો પણ હવે આવી સારી બાબતો કે કાર્યોનો લાભ પોતાને પણ મળે તેવી અપેક્ષા સાથે ગુડ ડિલીવરીઝની માંગ રાખતા હોય છે. આવા બદલાયેલા સંજોગોમાં જિલ્લા કલેકટરો, જિલ્લા વિકાસ અધિકારીઓએ પોતાની આગવી સૂઝથી કામ માથે લઇને કરવાનું દાયિત્વ નિભાવવું પડશે તો જ કાર્યસંસ્કૃતિ વર્કકલ્ચરમાં બદલાવ થશે તેવો મત મુખ્યમંત્રીએ વ્યકત કર્યો હતો.


       
તેમણે કોરોના-કોવિડ-19ના કપરા કાળમાં દિવસ-રાત કાર્યરત રહીને કોરોના સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે અધિકારીઓ અને ટીમ ગુજરાતની કર્તવ્યનિષ્ઠાને અભિનંદન પણ પાઠવ્યા હતા. આ જ સ્પિરીટ અને મિશન મોડ સાથે સતત કાર્યરત રહેવા મુખ્યમંત્રીએ પ્રોત્સાહન અને પ્રેરણા પૂરા પાડયા હતા. આ સરકાર મુખ્યત્વે પારદર્શિતા, સંવેદનશીલતા, નિર્ણાયકતા અને પ્રગતિશીલતાના ચાર સ્થંભ પર કાર્યરત છે ત્યારે સરકારની બધી યોજનાઓ આ પિલ્લરના આધારે કાર્યાન્વિત થાય, છેવાડાના ગામડાના માનવી સુધી તેનો લાભ પહોચે અને છેક નીચલા સ્તર સુધી ગૃડ ગર્વનન્સ-ટ્રાન્સપેરન્ટ ગર્વનન્સનું પરસેપ્શન વિસ્તરે તે જિલ્લાના વહિવટી વડા તરીકે તેમનું દાયિત્વ બને છે.

સામાન્ય માનવી પ્રત્યેની સંવેદના, પેન્ડીંગ કામો ત્વરાએ પૂરા કરવા અને ઝિરો ટોલરન્સ અગેઇન્સ્ટ કરપ્શનના ધ્યેય સાથે જો જિલ્લાના વડા તરીકે ઇનીશ્યેટીવ લેવાશે તો તેની દૂરોગામી અસરો ફિલ્ડના સ્ટાફ અને અન્ય કર્મયોગીઓ પર પણ પડતાં સમગ્ર સરકારની ઇમેજ-છબિ વધુ ઉજળી થશે. ગુજરાત કેડરમાં મળેલા પોસ્ટિંગની તકને કેરિયરની શરૂઆતના આ દિવસોમાં જ વધુ પ્રો-એક્ટિવ ઇફેક્ટિવ બનાવીને ગુજરાતની વિકાસ યાત્રામાં કે રાજ્યની ગુડ ગર્વનન્સ દિશામાં કોઇ ઉણપ ના આવે તે રીતે નિષ્ઠા અને ઇમાનદારીથી નિભાવવા મુખ્યમંત્રીએ આહવાન કર્યુ હતું.તેમણે લોકોને સેવાઓ ઓનલાઇન મળી રહે અને કચેરીમાં ધક્કા જ ન ખાવા પડે તેવી સ્થિતી સર્જવા સાથોસાથ યોજનાઓના અમલીકરણના લક્ષ્ય સિદ્ધ કરવા પણ તાકિદ કરી હતી.


સરકાર કે અધિકારીઓ જાડી ચામડીના નહિ પરંતુ લોકોની વેદના-સંવેદના પ્રત્યે સંવેદનશીલ અને સજાગ છે. તેમના કામો ઝડપથી થાય છે અને ખોટું કરનારાઓને ચલાવી લેવામાં આવતા નથી એવો જનમાનસમાં વિશ્વાસ બેસે તેવી કાર્યપદ્ધતિ કોઇ પણ ઢિલાશ કે કચાશ વગર જિલ્લા વહીવટીતંત્રના વડા તરીકે કલેકટરો-ડી.ડી.ઓ પાસે અપેક્ષિત છે.મુખ્યમંત્રીએ કહ્યું કે સોશિયલ મિડીયા, ઇ-મિડીયાના આજના ચેલેન્જીંગ યુગમાં કલેકટરો-વિકાસ અધિકારીઓએ જનહિત-લોકસેવાના કામોમાં પરિશ્રમની પરાકાષ્ટા સર્જીને યુવા પેઢીની અપેક્ષાની એરણે ખરા ઉતરવાનું છે. સી.એમ. ડેશબોર્ડના ઇન્ડીકેટર્સના બધા જ ડેટા સમયસર ફિડ થાય તે માટે કલેકટરો-જિલ્લા વિકાસ અધિકારીઓને અનુરોધ કરતાં ઉમેર્યુ કે, રિયલ ટાઇમ મોનિટરીંગ અને ડે-ટુ-ડે ડેટા ફિડીંગથી કી ઇન્ડીકેટર્સ જિલ્લાના પરફોમન્સનો આધાર છે તેને વધુ સુદ્રઢ કરવાની આવશ્યકતા છે. 

જિલ્લા તંત્રના આ વડાઓ અને તેમની ટીમના પરફોર્મન્સથી જ આમ જનતામાં સરકાર પ્રત્યેની ઇમેજ પરસેપ્શન બનતું હોય છે તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરતાં ફિલ્ડ વિઝીટ, જનસેવા કેન્દ્રોની કામગીરી વધુ વ્યાપક બનાવવા પણ તાકીદ કરી હતી.તેમણે સૌ નવનિયુકત યુવા અધિકારીઓને રાજ્યના સર્વાંગી વિકાસ માટે પ્રો-એક્ટિવ-એર્સટીવ બનીને કાર્યરત થવાનો સંકલ્પ કરવાનું પણ આ પરિષદમાં પ્રેરક આહવાન કર્યુ હતું.નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ પરિષદમાં જણાવ્યું કે, રાજ્ય સરકારના વિભાગોના નિર્ણયોની અમલવારીમાં કલેકટરો-જિલ્લા વિકાસ અધિકારીઓની ભૂમિકા મહત્વની છે. તેમણે કહ્યું કે, જિલ્લાઓમાંથી ફિડબેક અને કામગીરીના સંદર્ભમાં ફોલોઅપની સુદ્રઢ વ્યવસ્થાઓની જિલ્લા તંત્રના વડા તરીકે તેમની પાસેથી અપેક્ષા હોય છે ત્યારે એમાં કોઇ ઢિલાશ ન રહે તે જરૂરી છે. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આ અધિકારીઓ ફિલ્ડ વિઝીટ દરમ્યાન તેમના જિલ્લામાં ચાલતા કે પ્રગતિ હેઠળના વિકાસ કામો, માર્ગ-મકાનના કામો, CHC, PHC, સ્વચ્છતા અભિયાનના કામોની ઓચિંતી મૂલાકાત લઇ ગુણવત્તાની અને કામગીરીની સમયાંતરે તપાસ કરતા રહેશે તો પણ સંબંધિત વિભાગોની સતર્કતા-સજ્જતા વધશે.

મુખ્ય સચિવ અનિલ મુકિમે પ્રારંભમાં પરિષદનો ઉદેશ્ય સ્પષ્ટ કરીને રાજ્ય સરકારની પ્રાથમિકતાઓ, વેક્સિનેશન ડ્રાઇવ, ફલેગશીપ પ્રોગ્રામ્સ વગેરે અંગે નવનિયુકત જિલ્લા અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.આ પરિષદમાં ડિઝીટલ સેવાસેતુ, કોવિડ-19માં રાજ્ય સરકારની આરોગ્યલક્ષી કામગીરી, નલ સે જલ અને મહેસૂલી કામગીરીમાં ટેકનોલોજીયુકત ક્રાંતિના પ્રેઝન્ટેશન સંબંધિત વરિષ્ઠ સચિવોએ કર્યા હતા. 

-આ વાક્ય ખુબ મહત્વનું…
મુખ્યમંત્રી  વિજય રૂપાણીએ અધિકારીઓને એમ પણ જણાવ્યું કે, લોકહિત-જનસેવાના કોઇ કામમાં બોનાફાઇડ મિસ્ટેક થઇ હશે તો સરકાર તેમની પડખે રહેશે પરંતુ ઇરાદાપૂર્વકની ખોટી-મેલાફાઇડ મિસ્ટેકસને કયારેય ચલાવી લેવાશે નહિ.તેમણે રાજ્યનાં નાગરિકોને કાયદો વ્યવસ્થાની સલામતિ-સુરક્ષાની અનૂભુતિ થાય તે માટે ગુંડા ધારા, લેન્ડ ગ્રેબિંગ એકટ, બળજબરીથી ધર્માંતરણ-લવ જેહાદ જેવા કાયદાઓના કડક પાલન માટે પણ જિલ્લા કલેકટરોને અનુરોધ કર્યો હતો.

SendShareTweetShare

Join Us on Social

Recent News

તારાં છોકરાને DSP બનાવવો છે ? લાવ..દસ કરોડ…!

તારાં છોકરાને DSP બનાવવો છે ? લાવ..દસ કરોડ…!

November 8, 2025
જામનગર: સરપંચપદ માટે 737 અને સભ્યપદ માટે 3,286 નામાંકનપત્રો…

પંચાયતીરાજમાં પદાધિકારીઓ માટે ફસામણી, અધિકારીરાજને પરવાનો..!

November 8, 2025
ખંભાળિયાના કારખાનામાં પેટકોકના ભેળસેળ પ્રકરણમાં ઝડપાયેલો મુખ્ય આરોપી ત્રણ દિવસના રિમાન્ડ પર

ખંભાળિયાના કારખાનામાં પેટકોકના ભેળસેળ પ્રકરણમાં ઝડપાયેલો મુખ્ય આરોપી ત્રણ દિવસના રિમાન્ડ પર

November 8, 2025
જામનગરમાં મુન્નાભાઈ MBBSનો ઢગલો: કોઈ જ અસરકારક કામગીરીઓ નહીં…

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઘોડા ડોક્ટરો સામે પોલીસની લાલ આંખ: વધુ છ સામે કાર્યવાહી

November 8, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

તારાં છોકરાને DSP બનાવવો છે ? લાવ..દસ કરોડ…!

તારાં છોકરાને DSP બનાવવો છે ? લાવ..દસ કરોડ…!

November 8, 2025
જામનગર: સરપંચપદ માટે 737 અને સભ્યપદ માટે 3,286 નામાંકનપત્રો…

પંચાયતીરાજમાં પદાધિકારીઓ માટે ફસામણી, અધિકારીરાજને પરવાનો..!

November 8, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®