Mysamachar.in-અમદાવાદ:
કહેવાય છે કે જોડીઓ ઉપરથી બનીને જ આવે છે, પરંતુ જ્યોતિષશાસ્ત્રમાં પતિ-પત્નીની જોડી વિશે ઘણું લખાણ જોવા મળે છે. જ્યોતિષશાસ્ત્રના મત પ્રમાણે પતિ-પત્નીની જોડી માટે રાશિ મહત્વનો ભાગ ભજવે છે. લગ્ન પહેલા કુંડળી જોવાની પ્રથા આજેય જોવા મળે છે. એવી જ રીતે પુરુષ અને મહિલાની રાશિ પણ ખાસ જોવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રના મત પ્રમાણે આ બે રાશિની જોડીઓ વધુ સફળ બને છે.
જે સૌપ્રથમ વાત કરીએ કર્ક અને મીન રાશિના કપલની તો આ બંને રાશિના લોકો વચ્ચે સંબંધ મધુર રહે છે. બંને રાશિના જાતકો સ્વભાવે શાંત અને જળ પ્રકૃતિના હોય છે, જેના કારણે બંને એકબીજાને સારી રીતે સમજી શકે છે. આ રાશિના લોકોની વચ્ચે બંધન અતૂટ હોવાનું કહેવામાં આવે છે. એટલું જ નહીં આ બંને રાશિના જાતકો સ્વભાવે હસમુખા હોવાથી પરસ્પર લાગણીને વ્યક્ત કરવાની રીત સારી રીતે જાણે છે. તો મેષ અને કુંભ રાશિની જોડી પણ સફળ દાંપત્યજીવનનો આનંદ માણી શકે છે. આ બંને રાશિના લોકો વચ્ચે મજબૂત સંબંધ હોય છે. તેઓ એક સારા કપલ અને મેચ સાબિત થાય છે. મેષ અને કુંભ રાશિના જાતકોને એડવેન્ચર કરવું પસંદ હોય છે. આ બંને એકમેકની કંપની પણ પસંદ કરે છે.