Mysamachar.in-ગુજરાત:
ચીન સહિત વિશ્વમાં વધતા કોરોનાએ દુનિયાના લોકોને હચમચાવી નાખ્યું છે. ત્યારે દેશમાં કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે સરકાર વધુ સતર્ક બની છે અને નિયંત્રણો 6 દેશમાંથી આવતા મુસાફર માટે RTPCR ટેસ્ટ ફરજીયાત કરાયા છે. જેમાં ચીન, જાપાન, હોંગકોંગ, થાઈલેન્ડ, સિંગાપોર, દક્ષિણ કોરિયાના પ્રવાસીઓ માટે આ નિયમ લાગુ કરવામાં આવશે. જેની આગામી 1 જાન્યુઆરી 2023થી અમલવારી થશે. આ મામલે આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને જાણકારી આપી છે.એર સુવિધા પોર્ટલ ઉપર રિપોર્ટની માહિતી અપલોડ કરવાની રહેશે.આમ કડક ચેકિંગને પગલે કોરોનાની સંભવિત લહેરને ભારતમાં ફેલાતી અટકાવી શકાશે.






