Mysamachar.in-રાજકોટ:
પશ્ચિમ રેલવેના વિરાર અને વૈતરણા તથા સફાલે અને કેલવે રોડ વચ્ચે રવિવાર, 16 ફેબ્રુઆરી, 2025 ના રોજ પીએસસી સ્લેબ અને ગર્ડરના લોન્ચિંગ માટે બ્લોક લેવામાં આવશે. 16 ફેબ્રુઆરી 2025 ના રોજ બ્લોક લેવાનો હોવાથી અમદાવાદ ડિવિઝનમાંથી ચાલતી પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. પ્રભાવિત થનારી ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

રેગ્યુલેટ/રિશિડ્યુલ થનારી ટ્રેનો :-
- ટ્રેન નંબર22953 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ 40 મિનિટ રીશિડ્યુલ કરવામાં આવશે.
- ટ્રેન નંબર20901 મુંબઈ સેન્ટ્રલ – ગાંધીનગર કેપિટલ 30 મિનિટ માટે રેગ્યુલેટ થશે.
- ટ્રેન નંબર11087 વેરાવળ-પુણે એક્સપ્રેસ 55 મિનિટ માટે રેગ્યુલેટ થશે.
- ટ્રેન નંબર22946 ઓખા – મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેઈલ 50 મિનિટમાં રેગ્યુલેટ થશે.
- ટ્રેન નંબર22904 ભુજ – બાંદ્રા ટર્મિનસ એસી સુપરફાસ્ટ એક્સપ્રેસ 45 મિનિટ માટે રેગ્યુલેટ થશે.
- ટ્રેન નંબર22928 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ લોકશક્તિ એક્સપ્રેસ 40 મિનિટ માટે રેગ્યુલેટ થશે.
- ટ્રેન નંબર19218 વેરાવળ-બાંદ્રા ટર્મિનસ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ 40 મિનિટ માટે રેગ્યુલેટ થશે.
- ટ્રેન નંબર14701 શ્રી ગંગાનગર-બાંદ્રા ટર્મિનસ અરાવલી એક્સપ્રેસ 40 મિનિટ માટે રેગ્યુલેટ થશે.
- ટ્રેન નં.12902 અમદાવાદ – દાદર ગુજરાત મેલ 40 મિનિટ માટે રેગ્યુલેટ થશે.
- ટ્રેન નંબર14707 લાલગઢ-દાદર રાણકપુર એક્સપ્રેસ 25 મિનિટ માટે રેગ્યુલેટ થશે.
- ટ્રેન નંબર12215 દિલ્હી સરાઈ રોહિલ્લા-બાંદ્રા ટર્મિનસ ગરીબરથ એક્સપ્રેસ 20 મિનિટ માટે રેગ્યુલેટ થશે.
- ટ્રેન નંબર22718 સિકંદરાબાદ-રાજકોટ સુપરફાસ્ટ એક્સપ્રેસ 1 કલાક માટે રેગ્યુલેટ થશે