Mysamachar.in-જામનગર:
આપણે ત્યાં સામાન્ય રીતે ચુંટણીઓ પૂર્ણ થઇ ચુક્યા બાદ નેતાઓના દર્શન મતદારોને ઓછા થતા હોય છે,પણ જામનગર શહેર ઉતર બેઠકના ભાજપના ધારાસભ્ય હકુભા જાડેજા સતત લોકસંપર્ક જાળવી રાખવા માટે જાણીતા છે,તેવો જયારે કોંગ્રેસમાં હતા ત્યારે અને હવે ભાજપમાં છે ત્યારે પણ દરવર્ષ તેવોએ પોતાના મત વિસ્તારમાં લોકો માટે શું કર્યું અને કેવા પ્રશ્નોને વાચા આપી તેનો હિસાબ મીડિયાના માધ્યમથી રજુ થાય તે માટે દરવર્ષ પત્રકાર-પરિષદ યોજીને વર્ષભર કરેલા કામોનો હિસાબ પત્રકાર-પરિષદના માધ્યમથી રજુ કરે છે, ગઈકાલે પણ તેવોએ પક્ષના આગેવાનો સાથે જામનગર સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ સંબોધીને ગતવર્ષમા કરેલ કામોનો હિસાબ રજુ કર્યો હતો,
૨૦૧૨માં ધારાસભ્ય તરીકે સેવામાં પ્રવૃત થયા બાદ ૬ વર્ષ દરમ્યાન શું કામગીરી કરી, પ્રજાના કયા-કયા મુખ્ય પ્રશ્નોને પરિણામ સુધી પહોંચાડવામાં કેટલી કોશિશ કરી એ તમામ કામગીરીનું સરવૈયું છેલ્લા પાંચ વર્ષથી હકૂભા પ્રજાને આપતા રહ્યા છે, બીજી ટર્મના પ્રથમ વર્ષમાં પણ તેવોએ વર્ષ દરમિયાન કરેલી કામગીરીની હિસાબ આપવાની શરૂ કરેલી પરંપરાને જાળવી રાખી છે,
હકુભાએ જણાવ્યુ હતું કે, ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ મે એવી જાહેરાત કરી હતી કે જ્યારે પણ પ્રજા કોઇપણ પ્રશ્નો લઈને મારી પાસે આવશે તો એ પ્રશ્ન માટે ગમે તેમ કરીને પરિણામ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ આ વાત ઉપર હું કાયમ રહ્યો છું. વિધાનસભામાં બોલવાની વાત હોય કે મહાનગરપાલિકા, તાલુકા કે જિલ્લા પંચાયતને લગતા પ્રશ્નો હોય, કલેકટર કચેરી કે વીજ તંત્ર ને લગતા પ્રશ્નો હોય તે ઉકેલવા માટે મારાથી બનતા તમામ પ્રયાસો કર્યા છે, પૂરી તાકાત સાથે પ્રજાના પ્રશ્નો માટે કોશિશ કરી છે અને આગળના દિવસોમાં પણ પ્રજા મને કોઈપણ પ્રશ્ન માટે બોલાવશે તો હું ખડે પગે રહેવા કટીબધ્ધ છું,
૭૮ વિધાનસભા મત વિસ્તારમાં આવતા તમામ વોર્ડનો સમતોલ વિકાસ થાય એ માટે બાંકડા, ટોઇલેટ બોક્સ, સ્લેબ, ટ્રી-ગાર્ડ, ગટરના પાઇપ, ભૂગર્ભ ગટરના કામ, બોર-ડંકી, વોટર કુલર, મેટલ-મોરમ, ડસ્ટબીન, સી.સી.રોડ, સી.સી.બ્લોક માટે વર્ષ દરમ્યાન દોઢ કરોડ ધારાસભ્યને મળતી ગ્રાન્ટ મળીને અત્યારસુધીમાં કુલ ૧૧,૮૦,૭૭,૫૧૦ કરોડથી વધુ રૂપિયાના વિકાસના કાર્યો માટે ગ્રાન્ટ ફાળવી છે,
વર્ષ ૨૦૧૮ દરમ્યાન પ્રજાના પ્રશ્નો જેની ઉચ્ચ સ્તરે રજૂઆતો કરવાની હોય તે માટે ગાંધીનગર ખાતે ૨૧૩ પત્ર જ્યારે સ્થાનિક અને પ્રાથમિક પ્રશ્નો માટે જામનગર મહાનગરપાલિકામા ૨૭૯ પત્ર, એવી જ રીતે ઓળખપત્ર અને પ્રમાણપત્ર ૨૭૯, જિલ્લા પંચાયતને ૭, પી.જી.વી.સી.એલ.ના ૨૮, મુખ્યમંત્રીને ૩૮, વિધાનસભામાં ૬૮ તમામ વિભાગને પત્ર લખીને પ્રશ્નોનો નિવેડો મેળવવા પ્રયત્ન કર્યા છે,
મત વિસ્તારના લોકો માટે પોતે શું કર્યું છે તેનાથી માહિતગાર થાય એવા હેતુ સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ તેવોએ કરેલા કામોનું સરવૈયુ પ્રજા સમક્ષ પત્રકાર પરિષદના માધ્યમથી રજૂ કર્યું છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.