Mysamachar.in-રાજકોટ ઉપલેટા
આપણે માનવીઓ પરિવારમાં આવનાર નવા બાળક ને વધાવવા ગર્ભ ધારણ કરેલ ભાવિ માતાનું ગર્ભસીમંત સંસ્કાર (ગોદભરાઈ) ની પવિત્ર વિધિ કરીએ છે, શું કદી સાંભળ્યું છે કે ગધેડીની ગોદભરાઈ (સીમંત) પણ કરવામાં હોય. હા, આ વાત છે સૌરાષ્ટ્રના હાલારી ગધેડીની ગોદભરાઈની.હાલારી ગધેડા જે ભારત દેશની રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત પશુ ઓલાદ છે. જે સૌરાષ્ટ્ર હાલાર પંથક (જામનગર, દવારીકા જિલ્લામાં)માં જોવા મળે છે. હાલારી ગધેડાની સંખ્યા હવે ફક્ત 439 બચી છે, જે હવે બિલકુલ લુપ્ત થવાને આરે છે. આ ગધેડાંને બચાવવા માટે અને સંરક્ષિત કરવા માટે સહજીવન સંસ્થા-ભુજ દવારા હાલાર પંથકના માલધારીઓ સાથે હાલારી ગધેડાના સંરક્ષણ માટે કાર્યક્રમ હાથ ધરાયો છે, જેમાં માલધારી સમાજની બહેનોએ તેમની પરંપરા મુજબ જેમ પોતાના પરિવારમાં આંગતુક બાળકને સત્કારવા ગર્ભવતી બહેનની ગોદભરાઈ સંસ્કાર કરવામાં આવે તે રીતે હાલારી ગધેડાને બચાવવા માટે ગર્ભવતી હાલારી ગધેડીની ગોદભરાઈ ગર્ભ સીમંત સંસ્કારની વિધિ કરવામાં આવી હતી.
આ વિધિ રાજકોટ જિલ્લાના ઉપલેટા ગામ ખાતે યોજવામાં આવી હતી. ગર્ભવતી ગધેડાની ગોદભરાઈ વીડી કરવામાં આવી હોય તેવી ભારત દેશની કદાચ આ સૌ પ્રથમ ઘટના બની હતી. આ કાર્યક્રમમાં 33 જેટલી હાલારી માદા ગધેડીઓએ ભાગ લીધો હતો. બહેનોએ ગર્ભવતી ગધેડીને સાજ શણગાર કરી, પૂજાવિધિ કરી, વિધિવત રીતે પોંખીને ગોદભરાઈ વિધિ કરી હતી, કચ્છ જિલ્લામાં પણ હાલારી ગધેડાની સંખ્યા નહિવત સંખ્યા જોવા મળે છે, કેટલાક કુંભાર પરિવારો હાલારી ગધેડા રાખે છે, હાલારી ગધેડા નું દૂધ દેશ ની અન્ય તમામ ગધેડાની પ્રજાતિઓ કરતા ઔષદીય રીતે સૌથી વધારી પૌષ્ટિક હોઈ અને પ્રતિ લીટર રૂપિયા 1000 થી વધુ ઉપજવાની સંભાવના હોઈ સહજીવન સંસ્થા દવારા હાલારી ગધેડાના સંવર્ધન માટે પ્રયાસો હાથ ધરાયા છે તેવું પ્રોગ્રામ ડાયરેક્ટર રમેશ ભટ્ટીની યાદીમાં જણાવાયું છે.
સહજીવન સંસ્થા તથા હાલારી ગધેડા સરક્ષણ સમિતિ દ્વારા હાલારી ગધેડી માટે સીમંત (ગર્ભધારણ સંસ્કાર) કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.માલધારી સમાજમાં હાલારી ગધેડા મોટા ભાગે રબારી અને માલધારી સમુદાયના લોકો રાખે છે.આ લોકો મોટે ભાગે અલગ-અલગ સૌરાષ્ટ્રના જામનગર,દ્વારકા જીલ્લામાં સ્થાળાતર કરે છે.આ ગધેડા 30 થી 40 કિમી ચાલી શકે છે. પશુ-પાલક મહિલાઓ મોટે ભાગે આ ગધેડાનું સાર-સંભાળ રાખે છે. આમ સ્થાળાતર કરતા માલધારી જે પાંચાલી પેટા તથા બકરી(કાહમાં,ભગરી રાખતા માલધારી હાલારી ગધેડાનો સ્થળાંતર દરમિયાન માલવાહક તરીકે ઉપયોગ કરે છે, આ ઉપરાંત કુંભાર તેમજ રાવળ સમુદાયના લોકો પણ હાલારી ગધેડાનું ઉછેર તથા વેચાણ કરે છે. હાલારી ગધેડા લુપ્ત થતી માની એક નસ્લ છે. ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR-NBAGR) દ્વારા હાલારી ગધેડાની નસ્લને ભારતની એક અલગ નસલ તરીકે માન્યતા આપવામાં આવી છે. હાલારી ગધેડા મુખ્યત્વે દેવભૂમિ દ્વારકા અને જામનગર જીલ્લામાં હાલાર વિસ્તાર) માં જોવા મળે છે. હાલારી ગધેડીનું દૂધ વિશ્વમાં સૌથી મોંઘાભાવનું દુધ હોવાથી સૌરાષ્ટ્રના હાલારી ગધેડાએ સમગ્ર દેશનું ધ્યાન આકર્ષિત કર્યું છે. સૌરાષ્ટ્રના હાલાર પ્રદેશનો આ ભવ્ય ગધેડા હાલમાં ભયજનક સ્થિતિમાં છે અને વસ્તીમાં ઘટતા વલણને પાછું લાવવા સંરક્ષણ તરફ તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે.
ભુજના સહજીવન ટ્રસ્ટ દ્વારા 2015માં હાલારી ગધેડા અને તેના પાળનારાઓ પર એક સર્વે કરવામાં આવ્યો હતો જેમાં જાણવા મળ્યું હતું કે આ જાતિના 1200 ગધેડા અસ્તિત્વમાં છે. આમ જયારે 2021-22માં સહજીવન દ્વારા સર્વે હાથ ધરવામાં આવેલો ત્યારના સર્વેક્ષણમાં દર્શાવવામાં આવ્યું છે કે તેના મૂળ વિસ્તારમાં આ નસલની સંખ્યા ઘટીને 439 થઇ ગઈ છે.હાલારી ગધેડા પાળતા માલધારીઓ સાથે સંરક્ષણ સમિતિ બનાવવામાં આવી છે.અને સહજીવન સંસ્થા લોકશાહી રીતે આ સમિતિની મદદ કરી રહી છે. ગોદભરાઈ (બેબી શાવર) જે માતાને આશીર્વાદ આપવા અને જન્મ લેવા માટે આવકારવા અને ઉજવણી કરવાની પરંપરાગત ભારતીય વિધિ છે. સહજીવન ટ્રસ્ટ, ભુજ સાથેની હાલારી ગધેડા સંરક્ષણ સમિતિનું માનવું હતું કે હાલારી ગધેડાનું સંરક્ષણ ત્યારે જ શરૂ થઈ રાકે જ્યારે દરેક ગધેડા સંવર્ધકો તેમના પરિવારમાં અપાર ખુશી અને આશા સાથે બચ્ચાને આવકારે જેમાં જન્મ લેનાર ખોલકાનું પરંપરાગત વિધિ પ્રમાણે તેનું સ્વાગત કર્યું અને હાલારી ગધેડાનું સંરક્ષણ થાય,તે માટે સંવાર્ધ્કોને ઓલાદની પ્રસુતિ પહેલા અને જન્મ પછીની સંભાળના વિવિધ પાસાઓ વિગતે સમજણ આપવામાં આવી હતી. તથા આજીવિકાની જાતિનું સંરક્ષણ અને મૂળ ટ્રેકમાં ગધેડાનું ફાર્મ વિકસાવવા માટે સમિતિને મદદ કરવા માટે રાજ્યના વિભાગો સુધી પહોંચવા, અને સંવર્ધકોને જોડાણો વિકસાવવા માટે મદદ કરવી.સંગઠન અને વિવિધ સરકારી વિભાગોના સાથ-સહકારથી હાલારી ગધેડાના સંરક્ષણ તથા નીતિ ધડતર અંગે સમિતિની કામગીરી વિષે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.