Mysamachar.in-જામનગર:
ગઈકાલે સવારે સામે આવ્યું હતું કે જામનગરના ૩૭૫ સહીત રાજકોટ અને અમદાવાદના પણ અન્ય ૭૫ યાત્રિકો જે જગન્નાથપુરી સહિતની યાત્રા પર જામનગરના એક ટુર ઓપરેટર સાથે ગયા હોય તેવોની ગઈકાલે પરત આવવાની ટીકીટ હતી,પણ ટ્રેનો રદ થઇ જતા આ યાત્રિકો પુરીથી ૨૦ કિલોમીટર જેટલા અંતરે કલકતા હાઈવે પર ફસાયા હોય અને પાછા આવવા માટે વાહનવ્યવહાર કે ખાવાપીવાના ભાવોમાં પણ લુંટફાટ થતી હોવા ઉપરાંત અમુક યાત્રિકોનો કોઈ સંપર્કના થતો હોવાની માહિતી જામનગર સ્થાનિક પરિવારોને મળતા આ મામલે અહેવાલો મીડિયામાં પ્રકાશિત થયા બાદ તંત્ર જાગ્યું હતું,અને જરૂરી વ્યવસ્થાઓ માટે સરકાર સાથે સંકલન સાધી પ્રબંધ કરવામાં આવ્યાનો દાવો કલેકટર દ્વારા કરવામાં આવ્યો છે.
જીલ્લા અધિક કલેકટર રાજેન્દ્રસિંહ સરવૈયાના જણાવ્યા મુજબ ફસાયેલા ૧૨૫ યાત્રિકો આજે સવારે રાયપુર પહોંચ્યા છે,જ્યાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તમામ માટે ચા-નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે ઉપરાંત આ ૧૨૫ યાત્રિકો માટે આજે બપોરે ૧૨:૩૦ કલાકની ટ્રેનમાં ખાસ કોચની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં તેઓ પરત ફરશે,જયારે અન્ય બીજા ૨૦૦ થી વધુ યાત્રિકો આજે બપોરના સમયે રાયપુર પહોંચશે.જે બાદ તેવોને બસ કે ટ્રેન કઈ રીતે પરત લઇ આવવા તે અંગેની જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.ભલે તંત્ર દાવાઓ કરે પણ જ્યાંસુધી પરિવારના સભ્યો ઘરે પરતના ફરી ત્યાં સુધી અમુક પરિવારના સદસ્યોના જીવ તાળવે ચોંટેલા છે.