Mysamachar.in-ગાંધીનગર:
શાળાઓ શરૂ કરવાના મુદ્દે નીતિન પટેલે કહ્યુ કે, સરકારી શાળાઓ ધોરણ 9, 10 અને 11 ના વર્ગો શરૂ કરવા માટે વાલીઓ તરફથી, શાળા સંચાલકો તરફથી અને શિક્ષણ આલમમાં તરફથી પણ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆતો આવી રહી છે. હવે ગુજરાતમાં કોરાનાના કેસો ઘટ્યા છે. નવા કેસ ખૂબ ઓછી સંખ્યામાં આવી રહ્યા છે. અન્ય તમામ પ્રવૃત્તિઓ શરૂ કરી દેવામાં આવી છે. ઘણી છૂટ નિયમોની મર્યાદામાં આપી છે. વિદ્યાર્થીઓ તેનો લાભ પણ લઈ રહ્યા છે. યુવા તમામ વિદ્યાર્થીઓ તેમનું શિક્ષણ પણ પ્રત્યક્ષ રીતે મળી શકે ઓનલાઇન શિક્ષણ તો મળે છે, પણ ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં વ્યવસ્થા નથી અને ઇન્ટરનેટ નથી, મોબાઈલ ફોનની વ્યવસ્થા નથી તેવા વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણથી વંચિત રહે છે. એટલે આ અંગે ગંભીરતાપૂર્વક વિચારણા સરકાર રહી હોવાનું નિવેદન આજે તેમણે આપ્યું છે.