Mysamachar.in-જામનગર
ઘણી વખત બજારમાંથી ફળો લેતાં હોઈશું અને તે ફાળો પર અલગ અલગ સ્ટીકર લાગેલા પણ જોયા હશે. આ સ્ટીકર અંગે બહુ ઓછા લોકોને ખબર હોય છે. ફળો ખાવા સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. પરંતુ તેનાં પર લગાવવામાં આવતાં આ સ્ટીકર પાછળ શું કારણ છે.?તે સ્ટીકર કેમ લગાવવામાં આવે છે એ વિશે આપણને લગભગ ખ્યાલ નહીં હોય. અમુક લોકો જ્યારે ફળો ખરીદે છે ત્યારે તેનાં પર સ્ટીકરો જોવાની ટેવ હોય છે. ફળ પરના આ સ્ટીકરોમાં પી.એલ.યુ. નામનો કોડ હોય છે. આ સ્ટીકરો અલગ-અલગ પ્રકારનાં હોય છે. તેમજ એ દરેકના અર્થ જુદા-જુદા હોય છે.
આપણે જો આ સ્ટીકરોના કોડ વિશે જાણીએ તો આપણે તે ફળ વિશે પણ વધારે પડતી માહિતી મેળવી શકીએ. આ સ્ટીકર આપણને જણાવે છે કે કયું ફળ લેવું જોઈએ અને કયું નહીં. ફળો અથવા શાકભાજી પર જે સ્ટીકરો લગાવવામા આવેલ છે. તેમજ તેના પર જે કોડ હોય છે તે એવુ દર્શાવે છે કે આ ફળ અથવા શાકભાજી ઉગાડતી વખતે પરંપરાગત પદ્ધતિઓનો ઉપયોગ કરાયેલો છે. ઉપરાંત આ ફળ અથવા શાકભાજીમાં પરંપરાગત જંતુનાશકો અને રસાયણોનો ઉપયોગ કરવામાં આવેલો છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તે ખૂબ જ સારું છે. તેથી આવા સ્ટીકરોવાળા ફળો અને શાકભાજીનો ખરીદવાનો વધુ પડતો આગ્રહ રાખવો સારો છે.
– જો કોઈ ફળ કે શાક પર સ્ટીકર લગાવેલું હોય અને તેના પર 5 ડિજિટનો કોડ હોય અને તે 9 નંબરથી શરુ થતો હોય તો તેનો અર્થ થાય છે કે તેને જૈવિક રીતે ઉગાડવામાં આવ્યું છે પરંતુ તેના જેનેટિક સ્વરુપને મોડિફાઈ કરવામાં નથી આવ્યું.
– જો સ્ટીકર પરનો કોડ 8 નંબરથી શરૂ થતો હોય તો તેનો અર્થ થાય છે કે તેના જેનેટિક સ્વરૂપને મોડિફાઈ કરવામાં આવ્યું છે.
– જે ફળ અને શાક પર 4 ડિજિટવાળા અંક હોય તેનો અર્થ થાય છે કે આ ફળને ઉગાડવા માટે મોટા પ્રમાણમાં જંતુનાશકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે કે જે ફળ પર 4 ડિજિટના નંબર હોય તેને ખરીદવા જોઈએ નહીં.
– જે ફળ પર 5 ડિજિટવાળા નંબર હોય અને તે 8થી શરુ થતો હોય તો તેનો અર્થ થાય છે કે ફળને જૈવિક રીતે ઉગાડ્યું છે પરંતુ તેના પર આનુવાંશિક સંશોધનો કરવામાં આવ્યા છે. પરંતુ આ ફળ 4 ડિજિટવાળા ફળ કરતાં સારા હોય છે.
– સ્વાસ્થ્ય માટે એવા જ ફળ ઉત્તમ હોય છે જેના પરના સ્ટીકરમાં 5 ડિજિટવાળા નંબર હોય પરંતુ તે 9થી શરૂ થતો હોય. આ ફળ ખાવા જોઈએ અને તેની ગુણવત્તા ઉત્તમ હોય છે.
જો આ સ્ટીકર્સ પર લાગેલા કોડને આપણે ઓળખી અને ફળની ખરીદી કરવામાં આવે તો આપણે જાણી શકીએ કે કયા ફળ લેવા જોઈએ અને કયા નહીં.