Mysamachar.in-જામનગર:
આમ તો સામાન્ય લોકો એવું માનતા હોય છે કે પોલીસ હેડ કવાર્ટર એટલે સુરક્ષિત જગ્યા..પણ સામાન્ય લોકોની આ માન્યતાને જામનગર પોલીસ હેડ ક્વાર્ટરે તોડી નાખી છે, જામનગર પોલીસ હેડ ક્વાર્ટરમાં થોડા સમય પહેલા હોમગાર્ડ જવાન દ્વારા જપ્ત કરેલું મોટરસાયકલ ચોરી કરીને ફેરવવામાં આવતું હતું, અને તેને હેડ ક્વાર્ટરમાંથી જ હોમગાર્ડ જવાને મોટરસાઈકલ ચોરી કર્યાનું સામે આવતા ગુન્હો દાખલ કરવાની ફરજ પડ્યા બાદ ગઈકાલે હેડકવાર્ટરમાં જપ્ત કરેલ દારૂના મુદ્દામાલની ચોરીએ પણ પોલીસ હેડક્વાર્ટર કેટલું સુરક્ષિત તેના પર સવાલો ઉભા કરી દીધા છે.અને આમાં ના માત્ર એક કિશોર પણ અન્ય કોઈની સંડોવણી હોવાનું પણ સુત્રોના હવાલેથી જાણવા મળે છે.
આમ તો જામનગર પોલીસ શહેરના માર્ગો પર ફુટ પેટ્રોલિંગ કરી લોકો ભયમુકત રહી શકે તેવું વાતાવરણ ઉભું કરવાનો પ્રયાસ કરે છે, અને તે સરાહનીય પણ છે પણ બીજી બાજુ આવી ઘટનાઓ ઉપરાંત લૂખા તત્વો જે રીતે બેખોફ બની રહ્યા તેને જોતા પોલીસે ધોકાની ધાક થોડી વધુ મજબુત કરવાની જરૂર હોય તેમ લાગે છે.