Mysamachar.in-જામનગર:
લોકસભાની ચુંટણીઓ જેમ જેમ નજીક આવશે તેમ તેમ રાજકીયનેતાઓની મુલાકાતોનો દૌર પણ વધી જશે. એવામાં આગામી ૪ માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરની મુલાકાતે છે, જેને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ તો શરૂ કરી દેવામાં આવી છે, ઉપરાંત આજે જીલ્લાના પ્રભારીમંત્રી સૌરભ પટેલેએ પણ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે સ્થિતિ ની સમીક્ષા કરી હતી,વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૪ તારીખના કાર્યક્રમની વાત કરવામાં આવે તો મોદી પોતાના એસપીજીના કાફલા સાથે સવારે ૧૧:૦૦ વાગ્યે જામનગર એરપોર્ટ ખાતે આવી પહોચ્યા બાદ તેવો જામનગરની જી.જી.હોસ્પિટલમાં આકાર પામેલી નવી અત્યાધુનિક સરકારી હોસ્પિટલનું લોકાર્પણ કરશે, તો જે બાદના તમામ કાર્યક્રમો તેવો પ્રદર્શનગ્રાઉન્ડ ખાતેના સભા સ્થળ પરથી કરશે,
નરેન્દ્ર મોદી પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતેથી રણજીતસાગર ડેમમા સૌની યોજનાનું પાણી ઠાલવવાની શરૂઆત, જોડીયાના ખારામાંથી મીઠા પાણીની પ્લાન્ટના પાણીના કામની શરૂઆત, સમરસ હોસ્ટેલનું લોકાર્પણ કરશે, PM મોદી યોજાનાર કાર્યક્રમોમાથી માત્ર હોસ્પિટલના લોકાર્પણ કાર્યક્રમમા એરપોર્ટથી સીધા જશે, જયારે બાકીના તમામ કાર્યક્રમો સભા સ્થળ પરથી જ કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે,
મોદી પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતેથી જાહેરસભાને સંબોધિત કરશે જેની તૈયારીઓ પણ પૂર્ણતાને આરે છે અને જાહેરસભાને સંબોધન બાદ ૨ વાગ્યા આસપાસ તેવો અમદાવાદ જવા માટે રવાના થશે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.