Mysamahar.in- રાજકોટ:
રાજકોટ ગ્રામ્ય એસઓજી સ્ટાફે એક એવા શખ્સને ઝડપી પાડ્યો છે,જેનો ટાર્ગેટ માત્ર ને માત્ર વૃદ્ધ દંપતિઓ જ હતા,આ ઇસમ આવા દંપતિઓ પાસે જઈ ને પોતે કોઈ અંગત સબંધી હોય તેમ પગે લાગતો અને પોતાની ખોટી ઓળખ આપી અને ઘરમાં રહેલા સોના ચાંદીના દાગીનાઓ પોતે પણ એ જ ડીઝાઈન ના બનાવવા માંગે છે તેમ કહી વિશ્વાસમાં લઇ અને દાગીનાઓ સેરવી લેતો હતો,સૌરાષ્ટ્રના કેટલાય વિસ્તારોમા આવા બનાવો બનતા પોલીસ પણ સાબદી બની હતી અને આવા ઇસમો પર વોચ રાખતા અંતે રાજકોટ ગ્રામ્ય એસઓજીને સફળતા મળી છે,

રાજકોટ ગ્રામ્ય એસઓજી ને હકીકત મળી કે જુનાગઢ તરફથી આવી રહેલ એક ઇસમ રાજકોટમા છેતરપીંડી થી મેળવેલ દાગીનાઓના વેચાણઅર્થે આવી રહ્યો છે આવી હકીકત મળતા જ સ્ટાફે મોટરસાયકલ પર આવી રહેલા એક શખ્સને રોકી તેની તપાસ કરતાં તેના કબજામાંથી સોનાનો એક ઢાળ કબજે કરી અને તેની પૂછપરછ શરૂ કરતાં કેટલાય ગુન્હાનો ભેદ ઉકેલાઈ જવા પામ્યો છે,

આરોપી નિમિશ રસિકલાલ પુરોહિત જે મૂળ જુનાગઢનો રહીશ છે,તે માત્ર વયોવૃદ્ધ લોકોને નિશાન બનાવી અને તેની પાસે રહેલા દાગીનાઓ વિવિધ બહાનાઓ હેઠળ લઈને રફુચક્કર થઇ જતો હતો,પોલીસે નિમિશ પાસેથી સોનાના ઢાળ,રોકડ,વાહન મળી કુલ રૂપિયા ૯.૪૫ લાખનો મુદામાલ કબજે કર્યો છે,અને આરોપીએ ઉપલેટા,ધોરાજી,જેતપુર અને ગોંડલમા આચરેલા ચાર ગુન્હાઓનો ભેદ ઉકેલાઈ ગયો છે,

જયારે વધુ પુછપરછમા ગીરસોમનાથ જિલ્લામાં ૩,જુનાગઢના કેશોદમાં થી ૨,જામનગર શહેરમા ૪,રાજકોટ શહેર વિસ્તારમાં ૪,પોરબંદર જિલ્લામાં ૪ સ્થળોએ થી આ જ પ્રકારે વૃદ્ધ માણસોને વિશ્વાસમાં લઇ ખોટી ઓળખ આપી દાગીના ડીઝાઈન જોવાના બહાને છેતરપીંડી કરેલી હોવાની કબુલાત આપી છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.