Mysamachar.in-રાજકોટ:
ટ્રેનમાં યાત્રા કરતા મુસાફરો માટે બે અલગ અલગ પણ મહત્વની અપડેટ રેલ્વે વિભાગ દ્વારા સતાવાર રીતે જાહેર કરવામાં આવી છે, જેમાં પ્રથમ અપડેટ એવી છે કે ઉધના-સુરત સેક્શન વચ્ચેના બ્રિજ નંબર 445 અને કરંબેલી-વાપી સેક્શનમાં બ્રિજ નંબર 275 માટે, જિયો સેલ દ્વારા બ્રિજના એપ્રોચને મજબૂત કરવા માટે બ્લોક લેવામાં આવશે.આ બ્લોક મંગળવાર, 16મી મે, 2023ના રોજ બ્રિજ નંબર 445 માટે 12.10 કલાકથી 16.40 કલાક સુધી અને બ્રિજ નંબર 275 માટે 13.10 કલાકથી 17.40 કલાક સુધી લેવામાં આવશે.
તેવી જ રીતે, બુધવાર, 17 મે, 2023 ના રોજ, બ્રિજ નંબર 275 માટે ડાઉન લાઇન પર 09.10 કલાકથી 13.40 કલાક સુધી અને બ્રિજ નંબર 445 માટે 10.50 કલાકથી 15.20 કલાક સુધી બ્લોક લેવામાં આવશે.આ બ્લોકના કારણે પશ્ચિમ રેલવેની કેટલીક ટ્રેનોને નિયમન કરવામાં આવશે અને ટૂંકી અવરજવર કરવામાં આવશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ટ્રેનો ને અસર થશે જેની વિગતો નીચે મુજબ છે:
16 મે, 2023ના રોજ રેગ્યુલેટ (મોડી) થનારી ટ્રેનો:
1. 16મી મે, 2023ની ટ્રેન નંબર 19202 પોરબંદર-સિકંદરાબાદ એક્સપ્રેસ 3 કલાક માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
2. 15મી મે, 2023ની ટ્રેન નંબર 19016 પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 2 કલાક માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
17 મે, 2023ના રોજ રેગ્યુલેટ (મોડી) થનારી ટ્રેનો:
1. ટ્રેન નંબર 19015 દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 1 કલાક 25 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
-25 જુલાઇથી પોરબંદર-સિકંદરાબાદ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન સુપરફાસ્ટ તરીકે ચાલશે
પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ ડિવિઝન માં થી પસાર થનાર ટ્રેન નંબર 19202/19201 પોરબંદર-સિકંદરાબાદ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનની સ્પીડ વધારીને એક્સપ્રેસથી સુપરફાસ્ટ એક્સપ્રેસમાં બદલવાનો તેમ જ તેના આવવા-જવાના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુપરફાસ્ટ એક્સપ્રેસ થવાથી ટ્રેનના નંબરોમાં પણ ફેરફાર કરવામાં આવશે.
ટ્રેન નંબર 19201 સિકંદરાબાદ-પોરબંદર એક્સપ્રેસ 19.07.2023 થી અને ટ્રેન નંબર 19202 પોરબંદર-સિકંદરાબાદ એક્સપ્રેસ 25.07.2023 તારીખથી સુપરફાસ્ટ ચાલશે. આ ટ્રેન દર મંગળવારે પોરબંદરથી 00:55 વાગ્યાનને બદલે 01:00 વાગ્યે પ્રસ્થાન કરશે અને બુધવારે 08:00 વાગ્યાને બદલે 7:40 વાગ્યે સિકંદરાબાદ પહોંચશે. પરત આવતા આ ટ્રેન દર બુધવારે સિકંદરાબાદથી 15:00 વાગ્યાને બદલે 15:10 વાગ્યે પ્રસ્થાન કરશે અને ગુરુવારે 22:05 વાગ્યેને બદલે 21:50 વાગ્યે પોરબંદર પહોંચશે.
-ટ્રેન સુપરફાસ્ટ થવાથી આ ટ્રેન નંબરમાં પણ ફેરફાર કરવામાં આવશે.
12.09.2023 વાગ્યાથી ટ્રેન નંબર 19202 પોરબંદર-સિકંદરાબાદનો નંબર બદલી 20968 અને 13.09.2023 થી ટ્રેન નંબર 19201 સિકંદરાબાદ-પોરબંદરનો નંબર બદલાઇને 20967 થઇ જશે. ઉલ્લેખનીય છે કે ટ્રેનને સુપરફાસ્ટમાં ફેરફાર કર્યા પછી ભાડાનું અંતર (Difference) મુસાફરો પાસેથી વસૂલ કરવામાં આવશે.