Mysamachar.in-જામનગર:
શહેરમાં મુખ્ય માર્ગો ઉપર ઓટલા દૂર કરવાનું અભિયાન કોર્પોરેશન દ્વારા એકસમયે હાથ ધરાયુ હતું,અને સમય જતાં ફરીથી ઓટલા બંધાઇ ગયા, પાર્કીંગ પણ દબાઇ ગયા હવે શું કરીશું? એ સવાલ નાગરીકોનો છે.માર્ગો ઉપરની દુકાનધારકોએ તેની હદ સિવાય કોઇપણ સ્થાયી કે અસ્થાયી દબાણ ન કરવાનું જાહેરનામુ અને આનુસાંગીક નોટીસ અમલમાં જ છે,પરંતુ તે માત્ર ફાઇલમાં છે.
વર્ષ 2015ના માર્ચ મહીનામાં કમિશ્નરે આ અંગે જાહેરનામુ પ્રસિઘ્ધ કરી, દુકાનધારકો-કોમર્શીયલ સેન્ટરો સહિત દરેક રોડ ટચ બાંધકામ ધારકોને તાકીદ કરી હતી કે આવા તમામ દબાણ ખાસ કરીને ઓટલા સ્વયં દૂર કરવા નહીં તો તંત્ર દૂર કરાશે,
ત્યારબાદ બે મહિના જેટલો સમય ઝુંબેશ ચાલી હતી અને લીમડાલાઇન, પી.એન. રોડ, વિકાસગૃહ રોડ, બેડી રોડ, રણજીતરોડ, ખોડિયાર કોલોની,દિગ્વીજય પ્લોટના મુખ્ય રોડ,સત્યનારાયણ મંદિર રોડ વગેરેમાં ઝુંબેશ ચાલી હતી.જેમાં દુકાન-ઘર વગેરેની પોતાની માલીકીની જગ્યાથી એક તો રોડથી જગ્યા છોડવાની હોય તે છોડી ન હતી,.ઉપરથી દુકાન-ઘરને લગત મોટા ઓટલા બનાવી પાર્કીંગની અને રોડની જગ્યા બનાવાયેલી હતી,
તે તમામમાં થી 25 જેટલી કામગીરી થઇ હતી,ત્યારબાદ અભિયાન એકાએક બંધ થઇ ગયું હતું,અનેતુટેલા ઓટલાના કાટમાળ પડયા હતા બાદમાં થોડો સમય એ તુટેલુ રહયુ હવે તે તમામ ફરીથી થઇ ગયા તે સિવાયના પણ વધુ થઇ ગયા જેથી આવાગમન-ટ્રાફીક નિયમન-સફાઇ કામગીરી વગેરેમાં ખુબ જ હાલાકી પડે છે,પરંતુ તંત્ર પગલા લઇ શકતુ નથી.જાહેર હિતમાં રહેણાંક અને બિન-રહેણાક બિલ્ડીંગમાં માર્જીન અને પાર્કિંગ ખુલ્લા રાખવાનો કાયદો જ છે,જાહેરનામાની જરૂર નથી છતાંય જાહેર નોટીસ તો અમલમાં છે જ.
શોપીંગ સેન્ટરો-શો રૂમ્સ, શાળાઓને ખાસ ‘રક્ષણ’ની યોજના
ટીપીઓ શાખાએ ફરીથી સર્વે કરી દબાણકારોનું લીસ્ટ તૈયાર કર્યુ છે,તેવી 162 જગ્યા છે પરંતુ તેમાં મોટાભાગના શોપીંગ સેન્ટર, એપાર્ટમેન્ટ, શોરૂમ્સ, અમુક શાળાઓ, શોપીંગ મોલના દબાણ એસ્ટેટના પંકાયેલાઓની ‘રક્ષણ’ યોજના હેઠળ રક્ષિત છે,જેના બદલામાં જંગી દલ્લો અને બીજા ‘કોમળ’ કે 'હાર્ડ’ લાભ લેવાતા હોવાની ચર્ચા છે.