• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Friday, June 27, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

આ છે બેટરીવાળી ઈ-સાઈકલ, ખંભાળિયાના યુવાને બનાવી… 

My Samachar by My Samachar
January 3, 2022
in દેવભૂમિ દ્વારકા
Reading Time: 1 min read
A A
આ છે બેટરીવાળી ઈ-સાઈકલ, ખંભાળિયાના યુવાને બનાવી… 
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

વર્તમાન સમયમાં વધતા જતા પેટ્રોલ-ડીઝલના ભાવના કારણે હાલ બેટરીથી ચાલતી ઈ-બાઈક, સ્કૂટર, ઉપરાંત આગામી સમયમાં મોટરકાર પણ વીજળી સંચાલિત બેટરીથી બજારમાં પ્રાપ્ય બની રહે તે માટે સરકાર તથા ઔદ્યોગિક એકમો દ્વારા મહત્વના પગલાઓ લેવામાં આવી રહ્યા છે. આ વચ્ચે ખંભાળિયામાં રહેતા એક યુવક દ્વારા પોતાની કોઠાસૂઝ વડે બેટરીથી ચાલતી ઈ-સાયકલ તૈયાર કરવામાં આવી છે. મહત્વની બાબત તો એ છે કે આ સાયકલમાં પણ સેન્સર, ડીસબ્રેક, લાઇટ તથા સ્પીડોમીટરની સુવિધાઓ તેમણે મૂકી છે.ખંભાળિયાના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા અને મૂળ કલ્યાણપુર તાલુકાના રાજપરા ગામના અજાભાઈ રતાભાઇ ભરવાડ નામના યુવાન કે જેનો મુખ્ય વ્યવસાય અહીંની સરકારી કચેરીમાં વાહનચાલક તરીકેનો છે, તેમના દ્વારા ફરજ પછીના સમયમાં સાયકલ અંગેની કામગીરી બાદ વિકસેલા શોખમાં તેમણે બેટરીની મદદથી ચાલતી સાયકલ બનાવવાના પ્રયોગની કામગીરી હાથ ધરી હતી.

નોકરી પરથી પરત ફર્યા બાદ તેમણે પોતાના ઘરે સાયકલમાં જરૂરી ફેરફાર તથા સુધારા-વધારા કરાવી અને 24 વોલ્ટની બે બેટરીનું ખાસ બોક્સ બનાવી, આ સાયકલમાં ફીટ કરી હતી. જેનું કનેક્શન તેમણે ટાયર તથા અન્ય ટેકનિકલ રીતે અમલમાં મૂકી અને આ સાયકલ બેટરીની મારફતે દોડે તેવી કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી,કારીગર જીવ એવા અજાભાઈ ભરવાડ દ્વારા તેમના જ્ઞાન તથા કોઠાસૂઝની મદદથી બીજી સાયકલમાં વધુ કેટલાક ફેરફારો તથા સુધારા વધારા કરી, આ સાયકલમાં ડીસબ્રેક, બન્ને લાઈટો, સ્પીડોમીટર, ઉપરાંત સેન્સર પણ કાર્યરત કરી દીધા હતા. બેટરીની મદદથી ચાલતી આ સાયકલ ફૂલ ચાર્જ બેટરીમાં 25 કિલોમીટર સુધીની મહત્તમ સ્પીડથી 20 કિલોમીટર સુધી દોડી શકે છે. આટલું જ નહીં આ સાયકલ ડબલ સવારી પણ ચાલી શકે છે. આ સાયકલ બેટરી અને પેન્ડલથી પણ ચાલી શકે છે.

આશરે 25 કિલો જેટલું વજન ધરાવતી આ સાયકલ એસેમ્બલ બનાવવા માટે તેમણે એકાદ સપ્તાહથી વધુ સમય ગાળાની જહેમત આશરે પંદરેક હજાર જેટલો ખર્ચ કર્યો છે. મહત્ત્વની બાબત તો એ છે કે સાઈકલમાં શોર્ટસર્કિટ ના થાય તે માટે એન.સી.બી. સર્કિટ પણ લગાવવામાં આવી છે. બેટરી વળે દોડતી આ સાયકલને જોઈ, સરકારી અધિકારીઓ પણ પ્રભાવિત થયા છે અને તેમની આ આવડતને બિરદાવી પ્રોત્સાહિત કર્યા છે. બે સંતાનો સાથે રહેતા અજાભાઈ ભરવાડના પત્ની હાથ બનાવટની પારંપરિક ચીજ વસ્તુઓ બનાવી અને પોતાના પતિને સહાયભૂત બને છે. હાલના સમયમાં લોકો ઈ-બાઈક સાથે હવે બેટરીથી ચાલતી ઈ- સાયકલ પણ વાપરતા થશે તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

તમે ‘દાબેલી’ ખાઓ છો ?: અદાલત ખુદ કેન્સર અંગે કહે છે કે…

તમે ‘દાબેલી’ ખાઓ છો ?: અદાલત ખુદ કેન્સર અંગે કહે છે કે…

June 26, 2025
જામનગર મહાનગરપાલિકામાં પ્રોજેક્ટનું ‘લબડધકકા’ પ્લાનિંગ..!

જામનગર મહાનગરપાલિકામાં પ્રોજેક્ટનું ‘લબડધકકા’ પ્લાનિંગ..!

June 26, 2025
નોટરીનો દરજજો મેળવવા હવે વકીલોએ આટલું કરવું પડશે…

પોલીસ દ્વારા વકીલને સમન્સ: સુપ્રિમ કોર્ટે સ્ટે આપ્યો…

June 26, 2025
જો ‘સરકારી’ અધિકારીઓ કોર્ટમાં ખોટું સોગંદનામું કરતાં ઝડપાશે તો..

જો ‘સરકારી’ અધિકારીઓ કોર્ટમાં ખોટું સોગંદનામું કરતાં ઝડપાશે તો..

June 25, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

તમે ‘દાબેલી’ ખાઓ છો ?: અદાલત ખુદ કેન્સર અંગે કહે છે કે…

તમે ‘દાબેલી’ ખાઓ છો ?: અદાલત ખુદ કેન્સર અંગે કહે છે કે…

June 26, 2025
જામનગર મહાનગરપાલિકામાં પ્રોજેક્ટનું ‘લબડધકકા’ પ્લાનિંગ..!

જામનગર મહાનગરપાલિકામાં પ્રોજેક્ટનું ‘લબડધકકા’ પ્લાનિંગ..!

June 26, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®