Mysamachar.in-ગાંધીનગર
સ્વતંત્રતા દિન પર પર આજે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે ધ્વજવંદન કર્યું હતું. અહી મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. ત્યારે ભાજપમાં નેતૃત્વ મામલે ઉઠી રહેલા સવાલો પર પક્ષ પ્રમુખે પૂર્ણવિરામ મૂક્યું છે. સી.આર.પાટીલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે નેતૃત્વ પરિવર્તનની વાત ખોટી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સરકારે સારું કામ કર્યું છે. આ બંનેના નેતૃત્વમાં જ આગામી ચૂંટણી લડીશું. તેઓ ગુજરાતના વિકાસ માટે પૂરતી તાકાત સાથે કામ કરે છે. તેથી તેમના સાથથી જ આગામી મિશન પર લડીશું.આમ કેટલાય સમયથી ચાલી રહેલ નેતૃત્વ પરીવર્તની વાત પર આજે પક્ષ પ્રમુખે પૂર્ણ વિરામ મૂકી દીધું છે.