Mysamachar.in-ગાંધીનગર:
રાજ્યમાં ગ્રામીણ વસ્તીને બારમાસી રસ્તાની સુવિધા, કનેક્ટિવિટી આપવાના અભિગમ સાથે આજે રાજ્ય સરકારે રાજ્યના તમામ જિલ્લાઓમાં પંચાયત હસ્તકના 7453કિલોમીટરના ગ્રામ્ય આંતરિક માર્ગોના રિસરફેસિંગ માટે રૂ. 3120 કરોડ જયારે સરહદી ગામો-બોર્ડર વિલેજ-પરાઓ તથા આદિજાતિ વિસ્તારોના 250 થી ઓછી વસ્તી ધરાવતા પરાઓને જોડતા 515 માર્ગોનું રીસરફેસિંગ કરાશે જેના માટે 394.27 કિમીના કામો માટે રુ.191.55 કરોડની ફાળવણી મંજૂરી આપી દેવામાં આવી છે.
રાજ્યની તમામ જિલ્લા પંચાયતના ગ્રામ્ય આંતરિક માર્ગોના રિસરફેસિંગના 3180 કામો માટે 3120.79 કરોડ રૂપિયા મંજૂર કરાયા જેનાથી રાજ્યમાં કુલ 7453.21 કિલોમીટર લંબાઇના નોન પ્લાન રસ્તાઓનું રિસરફેસિંગ હાથ ધરાશે નોર્મલ વિસ્તારોમાં 250 થી 500 ની વસ્તી ધરાવતા પરાઓને જોડતા 206 માર્ગોને રિસરફેસ કરાશે 250 થી ઓછી વસ્તી ધરાવતા આદિજાતિ વિસ્તારો પરાઓને જોડતા માર્ગોના રિસરફેસિંગ માટે રુ.288.82 કરોડ મંજૂર આમ મુખ્યમંત્રીએ પંચાયત , માર્ગ મકાન વિભાગ હસ્તકના રસ્તાઓના રીપેરીંગ, નવા સ્ટ્રક્ચર નિર્માણ અને મજબુતીકરણના 1017 કામો માટે રુ1411.81 કરોડની રકમ ફાળવી છે જેનાથી ગ્રામીણ વિસ્તારના રસ્તાઓ ટનાટન બની જશે.