Mysamachar.in-સુરત:
સુરત સિવિલ હોસ્પિટલમાં આપઘાતના પ્રયાસનો એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને સાંભળીને તમને આશ્ચર્ય થશે. એક નેપાળી વોચમેને LPG એટ્લે કે લિક્વીફાઇડ પેટ્રોલિયમ ગેસ પી જઇને આપઘાતનો પ્રયાસ કર્યો છે. વોચમેનને હોસ્પિટલ લાવવામાં આવતા શરૂઆતમાં તબીબો પણ આવા આપઘાતના પ્રયાસને જોઈને ચોકી ઉઠ્યા હતા.
સુરતના રુસ્તમપુરા વિસ્તારમાં વોચમેન તરીકે નોકરી કરતા એક નેપાળીએ એલપીજી સિલિન્ડરમાંથી ગેસ પી જઈને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો ગજબ કિસ્સો સામે આવ્યો છે. પરિવારના ધ્યાનમાં આ વાત આવી જતા વોચમેનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
એક એપાર્ટમેન્ટમાં વોચમેન તરીકે નોકરી કરતો પુરન મંગળવારે રાત્રે દારૂ પી ગયો હતો. આ દરમિયાન તેણે ગેસના બાટલાની નળી પોતાના મોઢામાં નાખી હતી અને રેગ્યૂલેટર ચાલુ કરી દીધું હતું. જે બાદ પરિવારના ધ્યાનમાં આ વાત આવતા તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
કદાચ તબીબો માટે પણ આવો કિસ્સો અજુગતો હશે કે સુરત સિવિલના ડોક્ટરોએ કહ્યું કે આવા કેસમાં શું પરિણામ આવશે તે કહેવું મુશ્કેલ છે. હાલ પુરનને ઓક્સિજન આપી ભાનમા લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તબીબોના કહેવા પ્રમાણે ભાગ્યે જ આવા કેસ બનતા હોય છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.