Mysamachar.in-અમદાવાદ
સુરતમાં વેવાઈ વેવાણ ભાગી જવાના કિસ્સાએ સમગ્ર રાજ્યમાં ભારે ચક્ર્ચાર જગાવી દીધી હતી, ત્યાં જ વધુ એક વખત સબંધોની ગરીમાને પાર કરતો એક કિસ્સો મેટ્રો શહેર અમદાવાદમાં સામે આવ્યો છે, અહી વવાઈ વેવાણ નહિ પરંતુ સાસુ જમાઈના કિસ્સાએ ભારે ચર્ચાઓ જગાવી છે, શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતા સાસુએ દીકરીનું ઘર તોડવાના પ્રયાસો કરતા દીકરીએ હેલ્પલાઇનની મદદથી પોલીસમાં ફરિયાદ કરવાની ધમકી આપી હતી. સગી માતાએ જમાઇ સાથે લગ્ન કરવાની જીદ પકડતા દીકરીના પગ નીચેથી જમીન સરકી પડી હતી. સમગ્ર ઘટનામાં સાસુ-જમાઇના સંબંધોને કારણે દીકરી અને તેના સંતાનોની સ્થિતિ કફોડી બની ગઇ છે. પૂર્વ વિસ્તારમાં અશોકભાઇની ચાલીમાં રહેતા 55 વર્ષીય મહિલા વારંવાર બહાના કાઢીને તેની દીકરી અને જમાઇને ઘરે બોલાવતાં હતાં.
જમાઇ પણ કોઇ કારણ વગર સાસુને ઘરે જવા જીદ પકડતો હતો. પોતાની માતાને ઘરે જતી દીકરીને તેની માતા એટલે કે સાસુ કોઇ વસ્તુ લેવા બહાર મોકલતા હતા અને તેની ગેરહાજરીમાં જમાઇ સાથે પ્રણયફાગ ખેલવામાં આવતા હતા, આ કહી શકાય તેવો વિચિત્ર ઘટનાક્રમ લગભગ 3 વર્ષથી ચાલતો હતો પરતું દીકરીને તેનો અણસાર સુદ્ધાં નહોતો આવતો. પરંતુ અનલોક – 1 બાદ ઘણા લાંબા સમયથી સાસુને મળી નહીં શકેલો કિશન અધીરો બન્યો હતો. અને જુલાઇ મહિનામાં જમાઈ સાસુ સાથે ઘરમાં રહેવા બજારમાં મોકલી હતી. તેની સાથે જ પાડોશી બહાર જઇને માતા અને પતિના કારસ્તાન વિશે જાણ કરી હતી ત્યારબાદ દીકરીએ પોતાની આંખે જોતા હેલ્પલાઇનમાં ફોન કર્યો હતો. હેલ્પલાઇનના કાઉન્સિલરે સમજાવવાનો પ્રયાસ કરતા સાસુએ જમાઇ સાથે લગ્ન કરવાની ઇચ્છા દર્શાવી હતી. અને કહ્યું હતું કે હું એકલી છું મારે તેની જરૂર છે. આ અંગે સાસુએ જીદ પકડતા છેવટે પોલીસમાં અરજી કરાઇ છે.