Mysamachar.in-રાજકોટ:
ગુજરાતીઓને અનેક અર્થસભર લોકગીતો વારસામાં મળ્યા છે. આ લોકગીતો લોકજીભે ભારે પ્રચલિત હતા, પરંતુ તેનો અર્થ જાણવાનું આજદિન સુધી પ્રયાસ નથી કર્યો. તેવામાં રાજકોટના લોકગાયક અને પત્રકાર નિલેશ પંડયાએ આ લોકગીતોનું રસદર્શન, અર્થઘટન કરાવ્યું, જેમાંથી પસંદ કરેલા લોકગીતોનો બહુમૂલ્ય ગ્રંથ “ચાંદો ઉગ્યો ચોકમાં” ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રકાશન કરીને લોક સંગીત ક્ષેત્રે અમૂલ્ય ભેટ આપી છે,
લોકગાયક અને પત્રકાર નિલેશ પંડ્યા દ્વારા 20 થી 25 વર્ષના સંશોધન કર્યા બાદ છેલ્લા ચાર વર્ષથી ગુજરાતના અસંખ્ય લોકગીતોનો લેખન અભ્યાસ કર્યા બાદ ગુજરાત સરકારના માહિતી વિભાગ દ્વારા ૯૦ લોકગીતો પસંદ કરીને દસ હજાર પ્રત સાથે આ પુસ્તકનું પ્રકાશન કરીને ગુજરાત સાહિત્યમાં પ્રથમવાર મોટો પ્રયોગ રાજ્ય સરકાર દ્વારા કરાયો છે ત્યારે આ પુસ્તક સાહિત્યપ્રેમીઓને વાંચવા જેવું છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.