Mysamachar.in-જામનગર
નિષ્ણાંતોના મતે આ બ્રહ્માંડનો નિયમ છે કે તમે જે વિચારો એ તમારા તરફ ખેંચાય. તમે જે વિશે કહ્યા કરો, વૈશ્વિક શક્તિઓ એને તમારી પાસે પહોંચાડવા કામે લાગી જાય છે, આપણા વડવાઓ એટલે જ કહેતા કે શુભ શુભ બોલો ! આજે એવું વાતાવરણ રચાયું છે કે બધા રાત દિવસ કોરોનાની ચિંતા કરે છે, એની વાતો કરે છે ને એનો ભય સેવે છે, સ્વાભાવિક છે કે વૈશ્વિક શક્તિઓ એને તમારી પાસે મોકલવા પૂરી તાકાતથી લાગી પડે મજબુર કરે છે ટૂંકમાં જે બોલો એવું થાય એ કુદરતનો કાયદો છે, એટલે કોઈ રોગનો ચેપ લાગશે તો શું થશે કે એનાથી ભયભીત રહેવાને બદલે આપણે એમ કહેવુ જોઇએ કે “અમે તમામ પ્રકારના વાયરસથી મુક્ત છીએ. કોઈ વાયરસ અમારું કશું બગાડી શકે એમ નથી. અમે સુખી, આનંદી, સ્વસ્થ અને શક્તિશાળી આત્મા છીએ. તો આ શબ્દો, આ વિચાર વાતાવરણમાં અને આપણી અંદર એક ઉર્જા ઉત્પન્ન કરશે અને આ મનની શક્તિ આપણને કોઈપણ મુસીબતથી બચાવશે”
વિશ્વાસ કરો કે જો 1 % લોકો પણ આમ કહેવાનું અને વિચારવાનું શરૂ કરે તો અનંત પોઝીટીવ શક્તિઓ ખેંચાઈને આવશે તેમ ઉર્જા નિષ્ણાંતોનો દાવો છે, સેનિટાઈઝરનો ભલે ઉપયોગ કરો પણ દર કલાકે એક સેકન્ડ ઉપરના શક્તિશાળી વિચારની ઉર્જા પોતાની અંદર અને બહાર ફેલાવો અને કહો કે જે કાંઈ પણ હોય, હું માત્ર પોઝીટીવ જ વિચારીશ તેમ પણ કોસ્મીક સંશોધકો સલાહ આપે છે, તો ચાલો આ જ ઘડીથી એની અમલ શરૂ કરીએ અને પોઝીટીવીટીનો ફેલાવો કરીએ અને કોરોના સામે જંગ જીતીએ.