Mysamachar.in: જામનગર
આજના સમયમાં કોઈ સાથે નાણાકીય વ્યવહારો કરતા પૂર્વે કેટલીક સાવચેતીઓ રાખવી જોઈએ અને જો તેવું ના કરવામાં આવે તો બાદમાં પસ્તાવો કરવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી આવી જ એક ઘટના જામનગર શહેરમાં સામે આવી છે, જામનગર શહેરના ખોડીયાર માતાના મંદિર સામેની ગલીમાં રાજનગર શેરી નં-4 માં વસવાટ કરતા વેપારી રવિ જયેશભાઇ ફલીયા તેને જાણીતા અબ્બાસ શબીરભાઇ ચિકાણીને એક્રેલીકના ધંધામાં હાથ ઉછીના રૂપિયાની જરૂર પડતા ફરીયાદી રવિ ફલીયાએ બેંકના ચેક વડે 15 લાખ આપેલ હતા આ રૂપીયા પરત આપવા ન પડે તે માટે અબ્બાસ ચીકાણીએ પ્લાસ્ટીકનો વાડો બંધ કરી ગામ મુકીને નાશી જઇ મોબાઇલ ફોન બંધ કરી ફરિયાદ કરનાર રવિના ધંધાકીય વ્યવહારના રૂપીયા પરત ન આપી કુલ 15 લાખની છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યા સબબની ફરિયાદ સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે અબ્બાસને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.