Mysamachar.in-સુરત
રાજ્યમાં લોકોની સુવિધા માટેના ATM સેન્ટરો કેટલા સુરક્ષિત તે સવાલ અવારનવાર ઉઠતા આવ્યા છે, એવામાં આવો જ અસલામત ATM સેન્ટરનો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે, જ્યાં સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તાંતીથૈયા ગામે આવેલ ભારતીય સ્ટેટ બેન્કના ATM મશીનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરો ATM મશીન ગેસ કટરથી તોડી અંદરથી રૂ. 29.28 લાખની ચોરી કરી ગયા હતા. એટલું જ નહીં પરંતુ સીસીટીવી કેમેરા, એ.સી. તેમજ ATM મશીન પર તસ્કરોએ જ્વલનશીલ પદાર્થ નાંખી બાળી નાખ્યા હોવાનું બેન્ક તથા તપાસકર્તાઓ દ્વારા જણાવાયું છે. તા 30થી 31 જુલાઇની વચ્ચે બનેલી આ ઘટના અંગે ગત રોજ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.