Mysamachar.in-સુરત:
ચોરીના અજીબો ગરીબ અને વિચિત્ર કહી શકાય તેવા કિસ્સાઓ રાજ્યમાં કેટલીય વખત પ્રકાશમાં આવી ચુક્યા છે, ત્યારે સુરતમાં એવી એક ઘટના સામે આવી જે વિચારતા કરી દે તેવી છે, સુરતના રાંદેર વિસ્તારમાં એક ચોર તેની પત્ની સાથે જ્વેલર્સની દુકાનમાં ચોરી કરવા ઘૂસ્યો હતો અને દુકાનમાંથી એસીનું વજનદાર મશીન ચોરીને જતો હતો. આ દરમિયાન તે પગથીયું ચુકી જતાં મશીન તેની ઉપર પડ્યું જેની નીચે દબાઈ જતાં તેનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. જેના આધારે પોલીસે તેની પત્નીની અટક કરીને વધુ તપાસ હાથ ધરી છે,
ભેરૂનાથ જ્વેલર્સમાં એક ચોર તેની પત્ની સાથે ચોરી કરવા ઘૂસ્યો હતો. તે જ્વેલર્સમાંથી એસીનું વજનદાર મશીન ચોરીને બહાર નીકળતો હતો. આ દરમિયાન તેણે ઉંચકેલા વજનદાર મશીનને કારણે તે એક પગથીયું ચૂકી જતાં મશીન તેની ઉપર પડ્યું હતું. ચોર મશીનની નીચે દબાઈ ગયો હોવાથી ત્યાં જ તેનું મોત નીપજ્યું હતું. પોલીસે CCTV ચેક કરતાં ચોરીના ઈરાદે આવેલા મૃતક આકાશ સલામ શેખ જ્વેલર્સની દુકાનની છત પરથી એસીનું આઉટડોર મશીન ચોરીને પગથીયા ઉતરતો દેખાયો હતો. આ દરમિયાન તે પગથીયું ચૂકી જતાં મશીન તેની ઉપર પડ્યું હતું અને તે મશીન નીચે દબાઈ જતાં તેનું મોત થયું હતું. આ ઘટનાથી પોલીસ પણ આશ્ચર્યચક્તિ થઈ ગઈ હતી.પોલીસ દ્વારા હાલ આકાશની પત્નીને હાલ અટકમાં લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.