Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
છેલ્લા કેટલાક સમયથી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં નકલીનું ચલણ વધ્યું છે તેમાં નકલી ચીજવસ્તુઓ ઉપરાંત નકલી અધિકારીઓ અને કર્મચારીઓ અરે ત્યાં સુધી કે આખે આખી નકલી કચેરીઓ પણ ઝડપાઈ રહી છે, ત્યારે દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયામાં પણ નકલી પોલીસ બની વાહનચાલકોને રોકતા બે ઇસમોને ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ખંભાળીયા પોલીસમથક વિસ્તારમાં પોલીસનો નકલી સ્વાંગ રચી રોડ પર જતા માણસો તથા વાહન ચાલકોને રોકી તેમને પોલીસનો ખોટી રીતે ભય બતાવી રૂપીયા પડાવતા આ બન્ને ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હોવાનું પોલીસે જાહેર કર્યું છે.
ખંભાળીયા પોલીસ સ્ટેશનમાં અગાઉ રજુઆત મળેલ હતી કે, ખંભાળીયા ભાણવડ રોડ પર અજાણ્યા ઇસમો દ્વારા પોલીસનો નકલી સ્વાંગ રચી રોડ પર જતા માણસો તથા વાહન ચાલકોને રોકી તેમને પોલીસનો ભય બતાવી રૂપીયા પડાવતા હોવાનું સામે આવ્યું હતું જે અનુસંધાને ખંભાળીયા પોલીસ ઇન્સ્પેકટર બી.જે.સરવૈયાએ સર્વેલન્સ સ્ટાફ તથા ભાડથર બીટના પોલીસ કર્મચારી સાથે જરૂરી વર્ક આઉટ કરી સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને ગતરાત્રીના સર્વેલન્સ સ્ટાફ તથા ભાડથર બીટના પોલીસ કર્મચારી પેટ્રોલીંગમાં દરમ્યાન મળેલ હકિકત આધારે ખંભાળીયા તાલુકાના માંઝા ગામના પાટીયાથી આગળ જાહેર રોડ પર ટ્રક રજી નં.GJ-10-V.6898 વાળાની પાસેથી સામત ગોવિંદભાઈ કરંગીયા ધંધો-ખેતી રહે કોલવા ગામ, ખારી વાડી વિસ્તાર અને દીનેશ મેધાભાઇ પરમાર ધંધો-મજુરી રહે.ભટગામ શંકરના મંદીરની બાજુમાં આ બન્ને નકલી પોલીસનો સ્વાંગ રચી રૂા.200/- પડાવી લીધેલ =હોય આરોપીઓ પાસેથી નકલી આઇ.કાર્ડ તથા એરગન તથા લાકડાનો ધોકો તથા મો.સા. વિગેરે મળી કુલ કિ.રૂા. 35315/- ના મુદામાલ સાથે ઝડપી પાડી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.