Mysamachar.in:જામનગર
ચીકલીગર ગેંગ ચોરી કરવા માટે જાણીતી ગેંગ છે, ગેંગના સાગરીતો અલગ અલગ ભાગોમાં વેચાઈ જઈ અને ખુબ જ શિફ્ફ્તથી ચોરીની ઘટનાઓને અંજામ આપતા હોય છે. ત્યારે જામનગર સ્થાનિક ગુન્હા શોધક શાખાની ટીમને આ ગેંગના બે સાગરીતો હાથ લાગતા તેવોએ અન્ય જિલ્લાઓમાં પણ હાથ અજમાવ્યા હોવાની વિગતો પણ ખુલી છે. વાત એવી છે કે જામનગર નજીક આવેલ દડીયામાં લગભગ થોડા દિવસો પૂર્વે એક રહેણાંક મકાનને નિશાન બનાવી તસ્કરો રોકડ સહિત 4 લાખથી વધુની મતા ઉસેડી ગયા હતા….
જે બાદ જામનગર એલસીબી આ તસ્કરો કોણ..? તે દિશામાં તપાસ તજવીજમાં લાગી હતી જેમાં ચોરાઉ દાગીના સાથે કુખ્યાત ચીકલીગર ગેંગના બે ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. એલસીબી પીઆઇ જે.વી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ ટીમ ટીમના ASI સંજયસિંહ વાળા, દિલીપભાઇ તલાવડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા સહિતની ઘરફોડીઓમાં સંડોવાયેલી કુખ્યાત ચીકલીગર ગેંગના બે સાગરીતો ચોરાઉ દાગીના વેંચવા માટે ખોડીયાર કોલોની અને દિગ્જામ સર્કલ વિસ્તાર નજીક હોવાની બાતમી મળી હતી.
જેના આધારે પોલીસે વોચ ગોઠવી શેરસીંગ ઉર્ફે સુરજસીંગ રણજીતસીંગ ઉર્ફે ગીડાસીંગ ખીંચી (રે. સેનાનગર, જામનગર) અને મનજીતસિંગ ઉર્ફે સતનામસીંગ ઉર્ફે ગીડાસીંગ મંગલસીંગ ખીંચી (રે. બરોડા) ને ઝડપી પાડી જેની તલાશી લેતા ચોરાઉ દાગીના અને રોકડ મળી આવી હતી. પોલીસ પુછપરછમાં તેઓએ દરેડમાં પણ ચોરીની કબુલાત કરી હતી, પોલીસે બન્નેના કબજામાંથી રૂ. 57 હજારની રોકડ અને દાગીના ઉપરાંત ગુનામાં વપરાયેલા હથિયાર-બાઇક સહિત રૂ. 2,48,800નો મુદામાલ કબજે કર્યો હતો.
ઝડપાયેલ ચીકલીગરના આ સાગરીતો શેરસીંગ ઉર્ફે સુરજસીંગ ખીંચી સામે અમદાવાદ, ભાવનગર, અમરેલી, જામનગર, ગીર સોમનાથ અને કેશોદ પંથકની ઘરફોડી સહિતના 19 જેટલા ગુના તો મનજીતસીંગ ઉર્ફે સતનામસીંગ સામે પણ ભાવનગર, અમરેલી અને સાવરકુંડલામાં ચોરી સંબંધિત સાતેક સાત ગુના નોંધાયા હોવાનુ પોલીસે જાહેર કર્યું છે.