Mysamachar.in-જામનગર:
જામનગરમાં કેટલાય વિસ્તારોમાં કેટલીક ખાનગી શાળાઓ પાસે કા તો પોતાના પાર્કિંગ નથી અને છે તો તેના યોગ્ય ઉપયોગના અભાવે દરરોજ જે તે વિસ્તારોમાં ટ્રાફિકજામની સમસ્યાઓ સર્જાય છે જામનગરમાં પણ શહેરના હાર્દસમા મુખ્ય રસ્તા પર ખાનગી શાળાને કારણે દરરોજ ટ્રાફિકજામની સમસ્યા તો થાય જ છે સાથે આસપાસમાં વસવાટ કરતા સ્થાનિકો અને દુકાનદારો પણ ત્રાહિમામ પોકારી જતા હોય છે, આવા જ એક મામલે ખુદ કોર્પોરેટરને મેદાને ઉતરવું પડ્યું છે અને જીલ્લા પોલીસવડાને સ્થાનિકોને આ સમસ્યામાંથી મુક્ત કરાવવા પત્ર લખવો પડ્યો છે,
જામનગર મનપાના વોર્ડ નંબર 3 ના કોર્પોરેટર અને પૂર્વ સ્ટે.કમિટી ચેરમેન સુભાષ જોશીએ જામનગર એસપીને સંબોધીને લખેલ પત્રમાં જણાવ્યું છે કે હિમ્મતનગર સેન્ટ ઝેવીયર્સ સ્કુલ તથા સેન્ટ ફ્રાન્સીસવાળી શેરીમાં આવેલ શાળાના કારણે હિમ્મતનગર શેરી નં.1 થી 7 માં તેમન મેઇન રોડમાં ઉભી થતી ટ્રાફીકની સમસ્યા હોય તેમજ આ વિસ્તારમાં વાલીઓ દ્વારા તેડવા અને મુકવા આવતી વખતે આડેધડ પાર્કીંગ થતુ હોય, શાળા દ્વારા ઇન આઉટની વ્યવસ્થા કરવામાં આવતી ન હાયે, તેમજ બાજુમાં હોસ્પીટલ આવેલ હોય, આ બાબતે ભવિષ્યે કોઇ મોટી દુધર્ટના ન થાય તે બાબતે તાત્કાલીક ટ્રાફીક સમસ્યા દુર કરવા અંગે જરૂરી પગલા ભરવા રજૂઆતના અંતે જણાવવામાં આવ્યું છે.