Mysamachar.in-જામનગર:
દિવાળીનો તહેવાર હોય અને ઘરનું આંગણું રંગોળી વગરનું હોય તો દિવાળીની ઉજવણી અધૂરી લાગે દિવાળીના ત્રણ-ચાર દિવસ પૂર્વે લોકો પોતાના આંગણાને રંગોળીથી સુશોભિત કરતાં હોય છે ત્યારે જામનગરમાં પણ કેટલાય રંગોળી આર્ટિસ્ટ રંગોળી બનાવવા માટે ખૂબ જાણીતા છે,જેમાં જામનગર નજીક આવેલા મોરકંડા ગામે એક પરિવારના સભ્યો દ્વારા દર વર્ષ અલગ પ્રકારની જ રંગોળી નિર્માણ કરવામાં આવે છે,આ વર્ષ પણ આ પરિવાર દ્વારા શ્રીનાથજીની રંગોળીનું કઠોળ અને અન્ય સામગ્રીઓમાંથી ખૂબ જ સુંદર નિર્માણ કરવામાં આવ્યું છે,તો જામનગર શહેરના સ્વસ્તિક સોસાયટી વિસ્તારમાં રહેતા રિદ્ધિબહેન શેઠ દ્વારા પણ વર્ષોથી કલાત્મક અને ખૂબ જ આકર્ષણ જગાવતી રંગોળી બનાવવામાં આવે છે,આ વર્ષ પણ રિદ્ધિબહેને ૮ દિવસની કલાકોની જહેમત બાદ હાલના સંજોગોમાં એક ખેડૂતની કેવી સ્થિતિ છે તેનું નિર્માણ રંગોળીમાં સમાવ્યુ છે.
આમ આ બંને રંગોળીએ શહેરના લોકોમાં ખૂબ આકર્ષણ જગાવ્યું છે