Mysamachar.in-અમદાવાદ:
લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા તમામ ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે અને નામાંકનપત્ર ભરવાની તારીખ પણ પૂર્ણ થઈ ચૂકી છે, ત્યારે બંને મુખ્ય પક્ષો ભાજપ અને કોંગ્રેસ દ્વારા ખૂબ ઝીણવટભરી બાબતોને ચકાસીને લોકસભાના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષોએ મહત્વના સમીકરણો ધ્યાને રાખીને કેટલાક ધારાસભ્યોને પણ લોકસભાના મેદાનમાં ઉતાર્યા છે,

ભાજપની વાત કરવામાં આવે તો અમદાવાદ પૂર્વ બેઠક પરથી અમરાઇવાડીના ધારાસભ્ય હસમુખ પટેલને, પાટણ બેઠક પર ખેરાલુના ધારાસભ્ય ભરતસિંહ ડાભીને, પંચમહાલ બેઠક પર લુણાવાડાના ધારાસભ્ય રતનસિંહ રાઠોડને ભાજપે મેદાનમાં ઉતાર્યા છે, બનાસકાંઠા થરાદના ધારાસભ્ય પરબત પટેલને મેદાને ઉતારી લોકસભાની ટિકિટ ફાળવી છે,

કોંગ્રેસની વાત કરીએ તો અમરેલી બેઠક પર કોંગ્રેસે વિધાનસભા વિપક્ષના નેતા અને ધારાસભ્ય પરેશ ધાનાણીને, પોરબંદરમાં ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાને, રાજકોટ બેઠક પર ટંકારાના ધારાસભ્ય લલિત કગથરા અને સુરેન્દ્રનગર બેઠક પર લીંબડીના ધારાસભ્ય સોમાભાઈ પટેલને ટિકીટ આપવામાં આવી છે,

તો જૂનાગઢ બેઠક પર ઉનાના ધારાસભ્ય પૂંજા વંશને, વલસાડ બેઠક પર કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીને, સાબરકાંઠા બેઠક પર મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્ર રાઠોડને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.ભાજપ અને કોંગ્રેસના કુલ મળીને ૧૧ વર્તમાન ધારાસભ્યોને પક્ષોએ સંસદ સભ્ય બનવા માટે મેદાનમાં તો ઉતાર્યા છે પણઆ તમામ ધારાસભ્યો જીત મેળવશે કે હાર તેનો ફેસલો ૨૩ મે ના રોજ થઈ જશે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.