Mysamachar.in-અમદાવાદ:
બસ હવે થોડા દિવસોમાં જ તાપમાનનો પારો ઉંચો જશે, એવામાં ઉનાળાની મોસમ દરમિયાન યોગ્ય ખોરાક પર ધ્યાન રાખવામાં આવે તો લૂ થી સરળતાથી બચી શકાય છે. અને શરીર ને પણ બચાવી શકાય છે, રોજ ભોજનની સાથે એક કાચી ડુંગળીની પ્લેટ તમને લૂ થી ખુબ મોટું રક્ષણ આપે છે. કાચી ડુંગળી આરોગ્ય માટે કેવી રીતે ફાયદાકારક છે. લૂ થી બચાવવા માટે રોજ એક ડુંગળી અતિ લાભદાયી છે,
તો કાચી ડુંગળી ખાવાથી, શરીરનું પાચન તંત્ર વધુ સારી રીતે કાર્ય કરે છે. પેટ ગેસની સમસ્યાથી ફૂલેલું રહેતું હોય તો કાચી ડુંગળીથી આ સમસ્યામાં ઘણો ફાયદો થશે.વધુમાં કાચી ડુંગળીમાં એવા તત્વો મળી આવે છે જે કેન્સરની ખતરનાક કોશિકાઓ નાશ કરે છે અને તેને શરીરમાં વધતા અટકાવે છે. સંશોધનમાં પુષ્ટિ મળી છે કે જે લોકો દૈનિક કાચી ડુંગળીનો ઉપયોગ કરે છે તેમને કર્કરોગની શક્યતા ઓછી છે.
કાચી ડુંગળી ખાવાથી ડાયાબિટીસ થવાની શક્યતા પણ ખુબ ઓછી થઇ જાય છે,ડુંગળીમાં રહેલું સલ્ફર ડાયાબિટીસના સંયોજનોને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. મેડિકલ સેન્ટર ઑફ મેરીલેન્ડ યુનિવર્સિટી અનુસાર, રોજ કાચી ડુંગળીના સેવનથી મૂત્રાશયનો ચેપ લાગતો નોંધપાત્ર રીતે ઘટી જશે. જો કોઈ વ્યક્તિને બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો તે કાચી ડુંગળીનું સેવન કરવું જોઈએ, તેનાથી આ સમસ્યામાં નોંધપાત્ર રાહત મળે છે. ત્યારે ઉનાળામાં લુ થી ડુંગળી રક્ષણ આપે જ છે, સાથે જ શરીરમાં અન્ય ફાયદાઓ પણ ડુંગળીને કારણે થાય છે.