My samachar.in:-ગાંધીનગર
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં કેવા વહીવટ ચાલતા હશે તેનો હમણાં હમણા જ બીજો કિસ્સો સામે આવ્યો છે, થોડા સમય પૂર્વે ગાંધીનગર ફાયર વિભાગનો એક અધિકારી એસીબીના છટકામાં સપડાયા બાદ અધિકારીઓ અને કર્મચારીઓ સુધરવાનું નામ ના લેતા હોય તેમ ગાંધીનગર નગર નિયોજક કચેરીના બે અધિકારીઓ નાનો મોટો નહિ પણ 15 લાખનો તોડ કરતા એસીબીને હાથ લાગતા આ મામલાએ રાજ્યભરમાં ભારે ચકચાર જગાવી છે, એસીબી પાસેથી મળતી વિગતો મુજબ….
આ કેસમાં ફરિયાદીના પત્નીના શેરથા ગામ ગાંધીનગર ખાતે હાઇવે ઉપર બે ફાયનલ પ્લોટના પઝેશન કલેક્ટર, ગાંધીનગરએ સોંપેલ હતા. જે બન્ને પ્લોટના ફાઇનલ માપ માટે ફરિયાદીએ ગુડામાં અરજી કરેલ હતી. જે બન્ને પ્લોટના માપ કાઢવા તથા અભિપ્રાય માટે ગુડામાંથી અરજી નગર રચના અધિકારીની કચેરી, ગુ.ડા. એકમ, બહુમાળી ભવન, બીજો માળ, સેક્ટર-11, ગાંધીનગર ખાતે મોકલ આપેલ હતી.જે અરજી અનુસંધાને બન્ને પ્લોટના માપ કાઢવાની તથા તેનો અભિપ્રાય આપવાની સત્તા નયનભાઇ નટવરલાલ મહેતા, ટાઉન પ્લાનર (વર્ગ-1) મુખ્ય નગર નિયોજકની કચેરી, સેક્ટર-10, જેની પાસે ચાર્જ- ટાઉન પ્લાનીંગ ઓફિસર વર્ગ-1, નગર રચના અધિકારીની કચેરી, ગુડા એકમ, બહુમાળી ભવન, બીજો માળ, સેક્ટર-11, ગાંધીનગર) ની હોય, આ બન્ને પ્લોટનું માપ કાઢવાના તથા અભિપ્રાય આપવાના અવેજ પેટે રૂ.15 લાખની માંગણી કરેલ…
જે હેતુલક્ષી વાતચીતનું ફરિયાદીએ રેકોર્ડીગ કરી લીધેલ અને ફરિયાદી આ લાંચના રૂપિયા આપવા માંગતા ના હોય એસીબીનો સંપર્ક કરેલ.જે ફરીયાદીની ફરીયાદ આધારે લાંચના છટકાનું આયોજન કરવામાં આવતા આ કામના સંજયકુમાર ખુમાનસિંહ હઠીલા, પ્લાનીંગ આસીસ્ટન્ટ, વર્ગ-3, નગર રચના અધિકારીની કચેરી, ગુડા એકમ, બહુમાળી ભવન, બીજો માળ, સેક્ટર-11, ગાંધીનગર. નયન મહેતા ના કહેવાથી ફરિયાદીએ રૂ.એક લાખ આપેલ અને બાકી ના રૂ.ચૌદ લાખ નયન મહેતાએ સ્વિકારી બન્નેએ પંચોની હાજરીમાં હેતુલક્ષી વાતચીત કરી, લાંચની માંગણી કરી, સ્વીકારી, પકડાઇ જતા એસીબીએ બન્નેને ઘરે ઝડતી સહિતની કાર્યવાહી હાથ ધરી છે.