Mysamachar.in-અમદાવાદ
રાજ્યમાં આ વખતે ચોમાસું અનિયમિત હોય તેમ લાગી રહ્યું છે, એવામાં ગુજરાતવાસીઓએ ભારે વરસાદ માટે હજુ પણ રાહ જોવી પડશે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ પડવાની કોઈ શક્યતાઓ જોવા મળતી નથી, રાજ્યના હવામાને વિભાગે જણાવ્યું છે કે હાલ સારા વરસાદ પડવાની શક્યતા નહીંવત જોવા મળી રહી છે જો કે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત અનેક પંથકમાં સામાન્ય વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ સેવી છે. આ તરફ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ સામાન્ય વરસાદ પડે તો નવાઈ નહી. મહત્વનું છે કે રાજ્યમાં હજુ પણ વરસાદની ઘટ જોવા મળી રહી છે જોઈએ એવો વરસાદ થયો નથી ત્યારે ઓગસ્ટના અંત સુધીમાં ગુજરાતમાં સારો એવો વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.