Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
વિશ્વ વિખ્યાત દ્વારકાધીશ મંદિર ખાતે દર વર્ષે જન્માષ્ટમી પર્વની અનેરા ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવ્યા છે. દર વર્ષે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી માટે અહીં જુદા જુદા વિસ્તારોમાંથી ખૂબ મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડે છે.આ વર્ષે પણ આગામી શુક્રવાર તારીખ 19 ઓગસ્ટના રોજ દ્વારકાધીશ મંદિરમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવના કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત શુક્રવારે સવારે 6 થી 8 મંગળા આરતીના દર્શન, સવારે 8 વાગ્યે શ્રીજીના ખુલ્લે પરદે સ્નાન દર્શન (અભિષેક), 10 વાગ્યે સ્નાનભોગ 10:30 વાગ્યે શૃંગાર ભોગ, 11 વાગ્યે શૃંગાર આરતી, 11:15 વાગ્યે ગ્વાલ ભોગ, 12 વાગ્યે શ્રીજીના રાજભોગ દર્શન બાદ બપોરે 1 થી 5 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે.
આ દિવસે સાંજના સમયે પાંચ વાગ્યે ઉથાપન દર્શન સાડા પાંચ વાગ્યે ઉત્થાપન ભોગ, સવા સાત વાગ્યે સંધ્યા ભોગ, સાડા સાત વાગ્યે સંધ્યા આરતી, રાત્રે 8 વાગે શયન ભોગ અને 8:30 વાગ્યે શયન આરતીના દર્શન બાદ રાત્રે 9:00 વાગે શ્રીજી શયન અનોસાર (મંદિર બંધ)રહેશે.આ પછી શુક્રવારે રાતના 12 વાગ્યે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જે મોડી રાત્રે 2:30 વાગ્યા સુધી ચાલશે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષમાં એક જ વખત કૃષ્ણ જન્મને વધાવવા માટે રાત્રિના સમયે મંદિર ભક્તો માટે ખુલ્લું રહે છે.શનિવાર તારીખ 20 મીના રોજ પારણા નોમ પ્રસંગે સવારે સાત વાગ્યે શ્રીજીના પારણા ઉત્સવના દર્શન અને 10:30 વાગ્યે મંદિરે અનોસર (મંદીર બંધ) સાંજે 5 વાગ્યા સુધી રહેશે. આ સાથે શનિવારે સાંજે 5 વાગ્યે ઉત્થાપન દર્શન બાદ અન્ય દર્શનો અને રાત્રે 9:30 વાગે શ્રીજી શયન રહેશે. જે અંગેની માહિતી દ્વારકાધીશ મંદિરના વહીવટદાર દ્વારા જારી કરવામાં આવી છે.