Mysamachar.in-સુરત
રાજ્યના મોટા શહેરોમાં સ્પાની આડમાં કૂટણખાનાઓ ધમધમી રહયાનું અનેકવાર સામે આવી ચુક્યું છે, આવું જ વધુ એક કૂટણખાનું સુરત શહેરમાં સ્પાની આડમાં ચાલતું ઝડપાયું છે, સુરત શહેરના પીપલોદમાં આવેલા વિમલહબ કોમ્પેલક્ષના ધ સાઈન સ્પામાં પોલીસે કૂટણખાનું ઝડપી પાડ્યું હતું. પોલીસની રેડ દરમિયાન એક ગ્રાહક અને યુવતી કઢંગી હાલતમાં ઝડપાયા હતા. આ સાથે સ્પાના સંચાલક અને એક ગ્રાહકની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે સ્પાની માલિક મહિલાને વોન્ટેડ જાહેર કરવામાં આવી છે. પોલીસને થાઈલેન્ડની 6 યુવતીઓને મુક્ત કરવામાં સફળતા મળી છે. સ્પામાં મજા કરવા આવનાર ગ્રાહકો પાસેથી 3000 રૂપિયા લેવામાં આવતા અને તેમાંથી માત્ર 1000 રૂપિયા યુવતીઓને આપવામાં આવતા હતા.
મસાજ માટે કુલ 6 થાઇલેન્ડ દેશની યુવતીઓ રાખી સ્પાના આડમાં દેહ વેપારનો વેપાર ધંધો કરાવતી હતી. થાઈલેન્ડની યુવતીઓ પાસે પોતાના આર્થિક ફાયદા માટે દેહવેપારનો ધંધો કરાવી કમિશન મેળવી તેમજ આ કામ માટે સંચાલક તરીકે યોગેશને નોકરીએ રાખ્યો હતો. વધુમાં સ્પામાં ચાર જેટલી કેબિનો મળી આવી હતી. એક કેબિનમાં બોગસ ગ્રાહક અને એખ યુવતી મળ્યા હતા. અન્ય એક કેબિનમાં ગ્રાહક અને યુવતી કઢંગી હાલતમાં મળી આવ્યા હતા. જ્યારે અન્ય એક કેબિનમાં ત્ચાર યુવતીઓ મળી આવી હતી. યુવતીઓની પૂછપરછ કરતા તમામ થાઈલેન્ડની હોવાનું સામે આવ્યું હતું.