Mysamachar.in-જામનગર:
જામનગર રાજકોટ હાઈવે પર આવેલ મોટી બાણુંગાર ગામે એક મકાનમાં બહારથી માણસો બોલાવી અને જુગાર રમાડવામાં આવી રહ્યો છે તેવી માહિતી પંચકોશી એ ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ નિર્મલસિંહ બી જાડેજાને મળતા બાતમીવાળા સ્થળ પર જઈ દરોડો પાડતા 14 ઈસમો ત્યાં જુગાર રમી રહ્યા હતા જે 7 લાખથી વધુની રોકડ સાથે ઝડપાઈ જતા તેની વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ પોલીસ ઇન્સ્પેકટર એમ.એન.શેખ દ્વારા શરુ કરાઈ છે, આ અંગે જાહેર થયેલ વિગતો એવી છે કે….
મોટી બાણુંગાર ગામે નારણભાઇ જેરાજભાઇ કાસુન્દ્રા પોતાના કબ્જાના મકાનમા બહારથી માણસો બોલાવી પોતાના અંગત ફાયદા સારૂ નાલના રૂપીયા ઉઘરાવી જુગારનો અખાડો ચલાવી તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની લેતી દેતી કરી હારજીત કરી રહ્યા હતા જ્યાં જુગાર રમતા પટ્ટમાં પડેલ કુલ રોકડા રૂ.7,15,000 તથા મોબાઇલ નંગ -15 કિ.રૂ70,500 મળી કુલ રૂ.7,85,500 ના મુદામાલ સાથે ચૌદ ઇસમો પકડાય ગયા હતા જ્યારે બે ઇસમો નાસી ગયા હોવાનું જાહેર થયું છે.
કોણ કોણ ઝડપાયું….
-નારણ જેરાજભાઇ કાસુન્દ્રા ધંધો-નિવૃત રહે. મોટી બાણુગાર ગામ પ્લોટ વિસ્તાર તા.જી.જામનગર
-મનસુખ અવચરભાઇ ગડારા ધંધો-વેપાર રહે.ધ્રોલ દ્રારકાધીશ સોસાયટી ખારવા રોડ ધ્રોલ તા.જી.જામનગર
-પ્રવીણ મનસુખભાઇ પાચોટીયા ધંધો-ખેતી રહે. મોટી બાણુગરગામ તા.જી. જામનગર
-વિજય અમૃતભાઇ ભેસદડીયા ધંધો-ખેતી રહે. મોટીબાણુગર પ્લોટમા તા.જી.જામનગર
-અમરશી પોપટભાઇ હિન્સુ ધંધો-ખેતી રહે. મોટીબાણુગર પ્લોટમા તા.જી.જામનગર
-રમેશ લક્ષ્મણભાઇ ઘેટીયા ધંધો-ખેતી રહે. કેશીયાગામ તા.જોડીયા જી.જામનગર
-કુવરજી અમૃતલાલ ભેસદડીયા ધંધો-વેપાર રહે. મોટીબાણુગર તા.જી.જામનગર
-અશોક ગણેશભાઇ વાંસજાળીયા ધંધો-ખેતી રહે. મોટીબાણુગર પ્લોટમા તા.જી.જામનગર
-નૈનેશ ભગવાનજીભાઇ ભેસદડીયા ધંધો-વેપાર રહે. રાજકોટ બેકબોન રેસીડન્સી એમ
-ભુપત હરીભાઇ ભેસદડીયા ધંધો-ખેતી રહે. મોટીબાણુગર પ્લોટ વિસ્તાર તા.જી.જામનગર
-હેમત હરીભાઇ ગામી ધંધો-ખેતી રહે. મોટીબાણુગરગામ તા.જી.જામનગર
-યોગેશ મગનલાલ ધમસાણીયા ધંધો-ખેતી રહે. ફલ્લાગામ હાઇસ્કુલની સામે તા.જી.જામનગર
-બીપીન રમેશભાઇ ભેસદડીયા ધંધો-વેપાર રહે. મોટીબાણુગર ગામ પ્લોટ વિસ્તાર તા.જી.જામનગર
-રાકેશ અવસરભાઇ કાનાણી ધંધો-વેપાર રહે. હડીયાણાગામ ખંભલાવ શેરી તા.જાડીયા જી.જામનગર
નાસી જનાર
– બીરેન પ્રાગજીભાઇ મણવર રહે.મોટીબાણુગર તા.જી.જામનગર
-બીપીનભાઇ અમરશીભાઇ રાણીપા રહે. જલાલપોર નવસારી