Mysamachar.in-અમદાવાદ:
ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાએ મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને ઈમેઈલ કરી પત્ર લખ્યો છે. તેમાં રાજ્યમાં થયેલ અતિવૃષ્ટિના કારણે પશુપાલકોને થયેલ પશુહાની સામે તાત્કાલિક વળતર આપવાની સાથે નદીકાઠાં વિસ્તારમાં થયેલ જમીન ધોવાણનું તાત્કાલિક પૂરતું વળતર આપવાની માગ કરવામાં આવી છે.,
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને કુદરતી આપતી સામે રક્ષણ આપતી એકપણ યોજના અમલમાં ન હોય કેન્દ્ર સરકારના 2016 ના અછતગ્રસ્ત મેન્યુઅલનો અમલ પણ કેન્દ્ર/રાજ્ય સરકાર કરતી ન હોય ખેડૂતો માટે કેન્દ્ર/રાજ્ય સરકાર જાણે ઓરમાયું વર્તન કરતી હોય તેવું બહુ સ્પષ્ટ લાગી રહ્યું છે કેમ કે છેલ્લા 10 વર્ષમાં સરકાર દ્વારા 200 – 500 ઉદ્યોગકારોના 14 લાખ 56 હજાર કરોડ રૂપિયા માફ કરવામાં આવ્યા છે, સુરતના સંજય એજાવા ભાઈએ કરેલી RTI માં મળેલી માહિતી મુજબ 24 લાખ 95 હજાર કરોડ રૂપિયાની ઉદ્યોગકારોની લોન “રાઇટ ઓફ” કરી છે વધુમાં સરકારે છેલ્લા 10 વર્ષમાં કોર્પોરેટ ટેક્ષ જે 32% હતો તે ધીમે ધીમે ઘટાડીને 22% કરી ઉદ્યોગકારો માટે ફાયદો અને દર વર્ષે દેશ પર 4 લાખ કરોડનું ભારણ વધાર્યું છે જો ઉદ્યોગકારો માટે “લોન માફી”, “લોન રાઈટ ઓફ”, “ફ્રોડ લોન એન્ડ એમ્નેષ્ટી”, “લોન પૂન:રચના” જેવી જોગવાઈઓ હોય, RBI માં પણ જોગવાઈઓ હોય તો ખેડૂતો માટે કેમ નહિ ?
ચાલુ વર્ષે ગુજરાતમાં કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ એમ 6 જિલ્લાઓ અને અબડાસા 288% અંજાર 154%, ભુજ 143%, ગાંધીધામ 143%, લખપત 175%, માંડવી(કચ્છ) 310%, મુંદ્રા 242%, નખત્રાણા 234%, જોટાણા 147%, મહેસાણા 152%, વિજાપુર 143%, પ્રાંતિજ 142%, મોડાસા 143, દહેગામ 140, માણસા 155, નડિયાદ 202%, બોરસદ 166%, ખંભાત 169%, તારાપુર 173%, પાદરા 173%, સિનોર 154%, છોટાઉદેપુર 148%, ગોધરા 147%, મોરવા હડફ 153%, શહેરા 150%, ખાનપુર 144%, લુણાવાડા 140%, સંતરામપુર 157%, વીરપુર 152%, ધોરાજી 178%, જામ કંડોરણા 149%, લોધિકા 162%, રાજકોટ 146%, હળવદ 140%, મોરબી 156%, ટંકારા 190%, વાંકાનેર 177%, જામજોધપુર 189%, જામનગર 143%, જોડિયા 165%, કાલાવડ 192%, લાલપુર 156%, ભાણવડ 192%, દ્વારકા 390%, કલ્યાણપુર 219%, ખંભાળીયા 252%, કુતિયાણા 149%, પોરબંદર 211%, રાણાવાવ 183%, જુનાગઢ 152%, જૂનાગઢ સીટી 152%, કેશોદ 173%, માણાવદર 195%, કુંકાવાવ વડીયા 159%, ગારીયાધાર 144%, અંકલેશ્વર 154%, હાંસોટ 140%, નેત્રાંગવ 211%, ઝઘડીયા 140%, વાલિયા 249%, નાંદોદ 157%, સાગબારા 142%, તીલકવાળા 143%, પલસાણા 168%, ઉમરપાડા 166%, ડોલવણ 140%, ખેરગામ 176%, વલસાડ 139% એમ કુલ 68 તાલુકાઓમાં તો 140% થી લઈ 390% વરસાદ થયો છે 37 તાલુકામાં 130 થી 140% વરસાદ નોંધાયો છે,
એ ઉપરાંત મોટા ભાગના તાલુકા જિલ્લામાં 120% કરતા વધારે વરસાદ થયો છે એ સાબિત કરે છે કે ગુજરાતમાં લીલો દુષ્કાળ જાહેર કરવો જ જોઈએ ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકારે છેલ્લા 10 વર્ષના ગાળામાં જેમ 200 – 500 ઉદ્યોગકારોના પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે 50 થી 60 લાખ કરોડ જતા કર્યા છે એમ ગુજરાતના તમામ લોન ધારક ખેડૂતોનું ચાલુ વર્ષનું પાક ધિરાણ અને પશુપાલકોએ લીધેલ લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવે, ગુજરાતમાં લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે, સૂકા ઘાસચારાની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે, ઘેડ વિસ્તારનો જે પ્રશ્ન છે તેનો કાયમી ઉકેલ લાવવામાં આવે અને ઘેડ વિકાસ નિગમ બનાવવામાં આવે, નદીકાંઠે આવેલા ખેતરોમાં ખૂબ મોટું નુકશાન થયું છે ત્યારે જમીન ધોવાણનું વળતર આપવામાં આવે..
આ ઉપરાંત ખેડૂતોને થયેલ પાક નુકશાની સામે SDRF સિવાય ઓછામાં ઓછું રાજ્ય સરકારના ભંડોળમાંથી 10 હજાર કરોડનું આર્થિક પેકેજ આપવામા આવે તે ઉપરાંત 10 ઓગસ્ટ 2020 ના દિવસે જ્યારે પ્રધાનમંત્રી પાકવીમાં યોજના બંધ કરી હતી ત્યારે ગુજરાતના 10-12 લાખ ખેડૂતોએ વર્ષ 2020-21 ના વર્ષનું અંદાજે 450 કરોડ કરતા વધારે રકમનું પાકવીમાં પ્રીમિયમ ભરી દીધા પછી આ યોજના બંધ કરવામાં આવી હતી પરંતુ ખેડૂતોએ ભરેલ તે પ્રીમિયમ હજુ સુધી પરત કરવામાં આવ્યું નથી તો તે પ્રીમિયમ વ્યાજ સાથે દરેક ખેડૂતોને પરત કરવામાં આવે તેવી ગુજરાત કિસાન કોંગ્રેસની બહુ સ્પષ્ટ માંગ છે.