Mysamachar.in-ગાંધીનગર
આપણે બધા જાણીએ છીએ તેમ ગુજરાતમાં દારૂબંધી છે, અને છતાં પણ ગુજરાતમાં વર્ષે કરોડોનો દારુ પકડાઈ પણ છે અને ના પકડાયેલો પીવાઈ પણ જાય છે, આ બાબત સર્વવિદિત છે, એવામાં દારૂબંધીના કડક કાયદાના દાવા વચ્ચે દારૂ અને માદક દ્રવ્યોની રેલમછેલ હોય તેવા આંકડા ખુદ સરકારે વિધાનસભામાં રજૂ કર્યાં છે. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેશ પરમારે સવાલ કર્યો હતો, જેનો જવાબ આપવામાં આવ્યો હતો. વિધાનસભામાં રાજ્ય સરકારે જ ચોંકાવનારા આંકડા રજૂ કર્યા છે. રાજ્યમાં છેલ્લાં 2 વર્ષમાં 198.30 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો. 3.65 કરોડનો દેશી દારૂ, 3.18 કરોડનો બિયર ઝડપાયો, 68.60 કરોડની કિંમતનો અફીણ-ગાંજો, ચરસ, હેરોઇન, મેફેડ્રોનનો જથ્થો પકડાયો હતો. 67 દિવસના લોકડાઉન છતાં 2019 કરતાં 2020માં વધુ દારૂનો જથ્થો પકડાયો હોવાનું સામે આવે છે.