My samachar.in:ગાંધીનગર
આમ તો ગુજરાત ડ્રાય સ્ટેટ છે, એટલે કે ગુજરાતમાં દારૂબંધી છે પણ ગુજરાતમાં કેટલો દારૂ પીવાય અને પકડાય છે તે સર્વવિદિત બાબત છે, હાલ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે ત્યારે કોંગ્રેસ દ્વારા વિદેશી દેશી દારૂ અને અન્ય નશીલા દ્રવ્યો અંગે માહિતી માંગવામાં આવી હતી. જેમાં સામે આવેલ આંકડાઓ આંખો પહોળી કરી દે તેવા છે, છેલ્લા બે વર્ષની જ વાત કરવામાં આવે તો 606 કરોડ 41 લાખ 84 હજાર 847 રૂપિયાની કિંમતના વિદેશી-દેશી દારૂ, બિયર અને અન્ય નશીલા દ્રવ્યો પકડવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી રહી છે,
ગુજરાત સરકારે વિધાનસભા ગૃહમાં માહિતી આપી કે, રાજ્યમાંથી 2 વર્ષમાં
-215 કરોડ 62 લાખ 52 હજાર 275 રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ પકડાયો જેમાં 1 કરોડ 6 લાખ 32 હજાર 904 વિદેશી દારૂની બોટલ પકડાઈ છે.
-4 કરોડ 33 લાખ 78 હજાર 162 રૂપિયાની કિંમતનો 19 લાખ 34 હજાર 342 લીટર દેશી દારૂ પકડાયો છે.
-16 કરોડ 20 લાખ 5 હજાર 848 રૂપિયાની કિંમતની 12 લાખ 20 હજાર 258 બિયરની બોટલ અને 370 કરોડ 25 લાખ 48 હજાર 562 રૂપિયાની કિંમતના નશીલા દ્રવ્યો પકડાયા છે. જેમાં અફીણ, ચરસ, ગાંજો, હેરોઈન, પોશડોડા/પાવડર અને અન્ય ડ્રગ્સનો સમાવેશ થાય છે.
-બે વર્ષમાં 606 કરોડ 41 લાખ 84 હજાર 847 રૂપિયાની કિંમતના વિદેશી-દેશી દારૂ, બિયર અને અન્ય નશીલા દ્રવ્યો પકડવામાં આવ્યા છે.
સાથે જ સરકારે ગૃહમાં જણાવ્યુ કે, દારૂ અને નશીલા દ્રવ્યો પકડાવાના ગુનાઓમાં સંડોવાયેલા 4046 હજાર આરોપીઓની ધરપકડ પણ કરવાની બાકી છે. રાજ્યમા વર્ષ 2020 માં કેફી દ્રાવ્યોના કેસમા 4475 આરોપી પકડવાના બાકી છે. તો વર્ષ 2021 ના અલગ અલગ કેસોમાં 2418 આરોપીઓ પકડવાના બાકી છે. વિધાનસભા ગૃહમાં સરકારે લેખિત જવાબ આપ્યો હતો.