Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લામાં ખાનગી શાળાઓના હાટડા વચ્ચે જિલ્લાની પ્રાથમિક શાળાનું શિક્ષણ સ્તર સુધારવા માટે નવા આવેલા પ્રાથમિક શિક્ષણાધિકારી એસ.જે.ડુમરાળીયાએ મુહીમ છેડીને શિક્ષકો સામે ચેતવણીરૂપ કાર્યવાહીની શરૂઆત કરી દીધી છે અને તેને લઈને જામનગર જીલ્લાના શિક્ષણ વિભાગમાં ફેરફારો પણ દેખાઈ રહ્યા છે,
દ્વારકા જીલ્લામાં કામગીરી દરમ્યાન ચર્ચામાં રહેલા પ્રાથમિક શિક્ષણાધિકારી એસ.જે.ડુમરાળીયાની જામનગર જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બદલી થયા બાદ આવતાવેત જ બેદરકારી રાખવા બદલ ૬ શિક્ષકોનો એક ઇજાફો અટકાવીને કાર્યવાહી કરીને દાખલો બેસાડવાની શરૂઆત કરી છે,
જેમાં લાલપુર તાલુકાના પડાણા શાળામાં પરીક્ષા સમય દરમ્યાન ગંભીર બેદરકારી સામે આવી હતી અને શિક્ષકો મોબાઈલમાં વ્યસ્ત હોય,બાળકો બેફામ ચોરી કરતા હોવાનું ચેકીંગ દરમ્યાન બહાર આવતા અગાઉ શિક્ષકોને કારણદર્શક નોટીસ ફટકારવામાં આવી હતી,
જેના પગલે પડાણા શાળાના બે આચાર્ય અને ચાર શિક્ષકોના ઇજાફા અટકાવી દેવામાં આવ્યા છે,ઉપરાંત જામનગર જીલ્લો પ્રાથમિક શાળાની ઓનલાઈન હાજરી પુરવાની પ્રક્રિયા હેઠળ રાજ્યમાં ૩૩માં ક્રમે હતો.પરંતુ નવા પ્રાથમિક શિક્ષણાધિકારી એસ.જે.ડુમરાળીયાના આગમનથી હવે જામનગર જીલ્લો સીધો ૪ ક્રમે આવી ગયાની જબરી સિદ્ધિ હાંસલ કરેલ છે,
જ્યારે જીલ્લાની કસ્તુરબા ગાંધી બાલીકા વિદ્યાલયમાં તાબડતોબ સી.સી.ટી.વી. ફીટ કરવાની કામગીરી પણ પૂર્ણ કરીને સાવચેતીનું ઉત્તમ પગલું ભરવામાં આવ્યું છે,
અંતે નવા આવેલા જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એસ.જે.ડુમરાળીયા દ્વારા શિક્ષકોને ચેતવણી પણ આપવામાં આવી છે કે,હવે શાળાના સમય દરમ્યાન જો કોઈ શિક્ષક મોબાઈલનો ઉપયોગ કરતાં ઝડપાશે તો એક ઇજાફો અટકાવી દેવાની ચીમકી વિદ્યાર્થીઓના હિતમાં આપવામાં આવી છે,
આમ નવા પ્રાથમિક શિક્ષણાધિકારી એસ.જે.ડુમરાળીયાના આગમનથી જીલ્લાની પ્રાથમિક શાળાના શિક્ષણના સ્તર ધરખમ સુધારવાની કામગીરી હાથ ધરવામાં આવતા કર્મયોગી શિક્ષકોમાં આનંદની લાગણી પ્રસરી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.