Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
શિવરાત્રીના આગલા દિવસે જ દેવભૂમિ દ્વારકા જીલ્લાના સુપ્રસિધ્ધ યત્રાધામ હર્ષદ નજીક રમણીય દરીયાકિનારે આવેલ પૌરાણીક શિવાલય “ભીડભંજનેશ્વર મહદેવ” ના શિવલીંગ ચોરીની ઘટનાએ સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર જગાવી હતી જો કે દેવભૂમિ દ્વારકા પોલીસની અલગ અલગ ટીમોએ આ મામલે રંગ રાખ્યો અને લાખો લોકોની આસ્થાને ઠેસ પહોચાડવાનું કૃત્ય કરનાર ઈસમો સુધી માત્ર ૪૮ કલાકમાં જ પહોચી તમામ આરોપીઓ અને શિવલીંગ શોધી લેવામાં સફળતા મળી છે. દેવભૂમિ દ્વારકા જીલ્લાના હર્ષદ દરિયા કિનારે આવેલ શ્રી ભીડભંજન મહાદેવ મંદિરના ગર્ભગૃહના દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કરી પ્રાચીન અમુલ્ય કિંમતી શીવલીંગ તથા અર્ધચંદ્રાકાર શીવલીંગનુ થાળુ કોઈ અજાણ્યા ચોર ઇસમો ચોરી કરી ગુન્હો કરેલ હોય.

હાલમા સમગ્ર ભારતમા દ્વારકા જીલ્લો યાત્રા ધામા તરીકે ખુબ જ વિકસી રહેલ હોય અને આ પૈકીનુ એક પૈરાણીક શિવાલય “ભીડભંજનેશ્વર મહાદેવ” હર્ષદ ગામ પાસે આવેલ હોય અને આ શિવમંદિર તેના રમણીય સમુદ્રકિનારા અને આહલાદક વાતાવરણ ના કારણે પ્રવાસીઓના આકર્ષણ નુ કેંદ્ર બનેલ હોય અને શિવની ઉપાસનાનો પર્વ શિવરાત્રીનો તહેવાર આવી રહેલ હોય એવા સમયે આ શિવાલયનુ શિવલીંગ અને થાળુ રાત્રીના સમયે કોઇ અજાણ્યા ચોર ઇસમો જડમુળમાથી ઉખાડીને ચોરી કરી લઇ ગયેલ હોય જેથી સનાતન ધર્મી લોકોની ધાર્મીક લાગણી ખુબજ દુભાઇ હોય અને કોઇ પણ ભોગે આ ઇસમોને પકડી પાડવા પોલીસે આકાશ પાતાળ એક કર્યા હતા
જો કે પોલીસ માટે આ ગુન્હાનો ભેદ ઉકેલવામાં પડકારો એટલા માટે હતા કે જે બનાવ બનેલ તે સ્થળ ‘હર્ષદ’ ગામ થી દુર સમુદ્રકિનારે આવેલ હતુ, દિવસ દરમીયાન સુર્યોદય થી લઇને સુર્યાસ્ત સુધી યોત્રીકોની ખુબ જ અવર જવર ચાલુ રહેતી આ મંદિર ગામથી દુર હોવાના કારણે રાત્રી દરમીયાન કોઇ વ્યક્તિનું આવન-જવન થતુ જ ન હતુ.અને ત્યાં એકપણ સી.સી.ટીવી કેમેરા હતા નહિ. ઉપરાંત કોઇ વ્યક્તિ નજરે જોઇ શકે અને પોલીસને માહિતી મળી શકે એવી પણ શક્યતાઓ ન હતી.

જે બાદ આ અંગે સ્થાનિક પોલીસે FSL વિઝિટ કરાવી તેના બરિક નિરીક્ષણને તપાસની શરૂઆતનો આધાર બનાવ્યો હતો જેમાં સ્નીફર ડોગ દ્વારા સ્થળની વિઝીટ કરાવી તેના ટ્રેકને આરોપીના પગેરૂ મેળવવા આધાર બનાવ સ્થળ પર કોઈ કેમેરા ઉપબ્ધ ન હોય દુરદુરના કેમેરાનો ડેટા એકઠો કરી તેને જોતા ગયેલ અને એક બિજા સાથે સરખાવતા ગયેલ.અને બનાવ સ્થળ આજુબાજુના હોટલ, ધરમશાળા, વાડી, ફાર્મહાઉસમા રહેતા માણસોને ચકાસી અને બનાવ પહેલા અને પછીની શંકાસ્પદ ગતીવીધીઓ મેળવી પોલીસે ત્યાં સુધી કસરત કરી કે દ્વારકા-સોમનાથ કોસ્ટલ હાઇવે નજીક આ બનાવ બનવા પામેલ હોય જેથી ૮૦ કિ.મી. વિસ્તાર હાઇવેના તમામ હોટલ અને ટોલનાકા પરના વાહનોની અવર જવર અને રોકાણના અંદાજીત ૭૦ જેટલા CCTV કેમેરા ચેક કરીને તેનુ બારીકાઇ પુર્વક પૃથ્થકરણ કરવામા આવેલ. અને ખુબ જ મોટાપ્રમાણમા મોબાઇલ ડેટાનુ પૃથ્થકરણ કરવામા આવેલ.
આ તમામ ટેકનીકલ એનાલિસિસ બાદ સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર તાલુકાના મેડી-ટીંબા ગામ થી લોકોનુ એક ગ્રુપ આવેલ અને આ શિવલીંગ ચોરી કરી ગયેલ છે.” જેથી ઉપરોક્ત ગામ ખાતે તાત્કાલીક ટીમો રવાના કરવામાં આવેલ જ્યા સ્થાનીક LCB પોલીસ ટીમે ચોરાએલ શિવલીંગ અને કુલ ૮ પુરૂષ આરોપીઓ અને ૩ મહિલા આરોપીઓની ઓળખ કરવામા આવેલ અને આ ગંભીર ગુન્હામાં સંડોવાયેલ તમામ ૮ આરોપીઓને અટક કરવામા આવેલ છે.
ગુન્હામાં સંડોવાયેલ મહિલા આરોપીઓ અવાર નવાર હરસિધ્ધી મંદિર ખાતે દર્શન માટે આવતા હતા જે પૈકીના રમેશસિંહઆલુસિંહ મકવાણાના પત્ની અને ભત્રીજીને અવારનવાર સ્વપ્ન આવતુ હતુ કે” પોતાના વતનના ધર ખાતે આંગણામા એક વહાણવટી માતાજીનુ મંદિર અને એક અર્ધનારેશ્વરનુ શિવલીંગની સ્થાપના કરો જેથી તમોની ઉન્નતી થશે.” જેથી આ પરીવારના તમામ માણસો ગત તારીખ-૨૩/૦૨/૨૦૨૫ના રોજ પોતાના ૨ વાહનો એક સેંટ્રો અને એક ઇકો કાર લઇને સાંજના સમયે હર્ષદ ખાતે આવેલ હતા અને પોતાની સાથે આ શિવલીંગ ઉખાડવાના સાધનો સાથે લાવેલ હતા ત્યાર બાદ આ આરોપીઓ ઝગડુશા ધર્મશાળામાં રોકાએલ હતા તેઓ દિવસ અને રાત્રી દરમીયાન તકેદારી સાથે વાહનની લાઇટ બંધ રાખીને અગર તો ચાલીને આ શિવમંદિરની રેકી કરવા જતા હતા જેથી કોઇને પણ ખ્યાલ ના આવે ત્યાર બાદ તારીખ-૨૪/૦૨/૨૦૨૫ ના રોજ સાંજના સમયે આ તમામ આરોપીઓ આ ધર્મશાળા ખાલી કરીને નિકળી ગયેલ હતા અને આખી રાત પોતાના વાહનો અલગ અલગ જગ્યાએ છુપાવેલ અને પોતે શિવમંદિર ફરતા સાધનો સાથે ગોઠવાઇ ગયેલ હતા ત્યાર બાદ મોડી રાત્રે મોડેથી મોકો મળતા આરોપીઓએ શિવલીંગ અને તેનુ થાળું જમીનમાથી ઉસેડીને મંદિરથી દરીયા તરફ લઇ ગયેલ જે દરમીયાનમા શિવલીંગનુ થાળુ વધુ વજન વાળુ લાગતા સમુદ્ર તરફ મુકી દિધેલ હતુ અને શિવલીંગને ઢસડીને પોતાના વાહનોમા મુકીને સવારના વહેલી સવારે સૂર્યોદય થયા તે પૂર્વે જ નાશી છૂટ્યા હતા
આ સમગ્ર કાર્યવાહી રાજકોટ વિભાગના આઈ.જી. અશોકકુમાર યાદવ તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના સીધા માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ અને સાગર રાઠોડ સાથે એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલ, એસ.ઓ.જી. પી.આઈ. પ્રશાંત સીંગરખીયા સહિતની ટીમો દ્વારા કરવામાં આવી હતી.(તસ્વીર:કુંજન રાડિયા)
(તસ્વીર:કુંજન રાડિયા)
અટક કરેલ આરોપીઓ
1.મહેન્દ્રકુમાર ઉર્ફે રમેશ કરણસિંહ મકવાણા
2.જગતસિંહ ઉદેસિંહ મકવાણા
3.મનોજસિંહ અમરતસિંહ મકવાણા
4.વનરાજસિંહ સમરસિંહ મકવાણા
5.રમેશસિંહ આલુસિંહ મકવાણા
6.કેવલસિંહ રૂપસિંહ મકવાણા
7.હરેશસિંહ જસવંતસિંહ મકવાણા
8.અશોકસિંહ દિલીપસિંહ મકવાણા
તમામ રહે રહે-મેડી ટીંબા ગામ, તા-હિંમતનગર, જી-સાબરકાંઠા
