Mysamachar.in-જામનગર
જામનગર જીલ્લાના કાલાવડમાં અમીપીર પાર્ક સોસાયટીમાં ફારૂકભાઈ સમાણીના બંધ રહેણાંક મકાનની કમ્પાઉન્ડ હોલની દિવાલ ટપી કોઇ અજાણ્યા ચોર ઇસમ મકાનમા પ્રવેશી ફરીયાદીના બંધ મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તોડી નીચેના બેડરૂમના શેટી પલંગ તથા ઉપરના માળે આવેલ શેટી પલંગમાથી રોકડા ૩.64 લાખ તથા સોનાની બુટી જોડી-01 વજન આશરે સાત ગ્રામ જેની કીમત 20,000 તેમજ બેંકનું એ.ટી.એમ. કાર્ડ તથા પાનકાર્ડ તથા બેંકનું ક્રેડીટ કાર્ડ વિગેરે મળી કુલ ૩.87 લાખની મતાની ચોરી થયાની ફરિયાદ નોંધાતા એલસીબી સહિતની ટીમો આ ચોરીનો ભેદ ઉકેલવા કામે લાગી છે.