Mysamachar.in-અમદાવાદ:
જેમાં લાખો રૂપિયાની કેસ સંગ્રહ કરવામાં આવી હોય તે મોટાભાગના એટીએમ સેન્ટરો માત્ર ને માત્ર સીસીટીવી કેમેરાના ભરોશે છોડી દેવામાં આવે છે જેને કારણે કેટલાક ઈસમો આવી તકનો લાભ લઇ અને એટીએમ મશીન તોડવાનો અને તેમાંથી કાઢવાનો પ્રયાસ કરે છે જેમાં કેટલાક કિસ્સાઓમાં તસ્કરોને સફળતા પણ મળતી હોય છે, આવો જ વધુ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે જેની સામે આવેલ વિગતો એવી છે કે..
અમદાવાદના લાલ દરવાજા પાસે એક રીઢા ગુનેગારે પથ્થરના ઘા ઝીંકી ATM તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ, તે સફળ થયો નહોતો અને ત્યાંથી ફરાર થયો હતો. જોકે, બેન્ક ATMના CCTVમાં આ આખી ઘટના કેદ થઈ ગઈ હતી. આ CCTVની મદદથી શહેરના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી અને આરોપીની ધરપકડ કરી હતી, તસ્વીરમાં દેખાઈ રહેલ એક યુવક ATMની સ્ક્રિન પથ્થર મારીને તોડવાનો પ્રયાસ કરી રહ્યો હોય છે પરંતુ, પથ્થરના અનેક ઘા ઝિંક્યા બાદ પણ ATMની સ્ક્રિન ન તૂટતા આરોપી ત્યાંથી જતો રહ્યો હતો. મળતી માહિતી મુજબ આ ઘટના અમદાવાદના લાલ દરવાજા પાસે આવેલા સદન બિલ્ડિંગની અંદર યુકો બેન્કના ATMમાં ઘટી હતી. પોલીસ તપાસમાં આરોપીનું નામ સુલેમાન ઉર્ફે ગાંડા શેખ હોવાની વિગત સામે આવી છે. જેને એટીએમ મશીન તોડવાનો પ્રયાસ કર્યો પણ તે નિષ્ફળ રહ્યો છે.